તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

રાજયસરકાર દ્વારા 2343 રેવન્યુ તલાટીની ભરતીનો માર્ગ મોકળો કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 81 રેવન્યુ તલાટીની ભરતી કરવામાં આવનાર છે. જે અંતર્ગત સોમવારના રોજ સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ભાવી તલાટીઓ ઉમટી પડયા હતા. જેમાં મહેસુલ શાખા દ્વારા હાજર રહેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાયા હતા.

સમગ્ર રાજયમાં ચંપાવત પ્રકરણના લીધે ચકચાર જગાવનાર તલાટી ભરતીની પ્રક્રિયા વગોવાઇ ચૂકી છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગર ખાતે 2343 રેવન્યુ તલાટીની ભરતી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 81 રેવન્યૂ તલાટીની ભરતી કરવામાં આવનાર છે. ત્યારે સોમવારના રોજ સુરેન્દ્રનગર કલેકટર કચેરીની મહેસુલ શાખા દ્વારા 81 ભાવી રેવન્યુ તલાટીઓના ડોકયુમેન્ટ વેરીફીકેશનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં હાજર રહેલા 68 ઉમેદવારોના ડોકયુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા.

અંગે મામલતદાર એસ.આર.અધ્વર્યુએ જણાવ્યુ કે, સોમવારના રોજ 81માંથી હાજર રહેલા 68 ઉમેદવારોના ડોકયુમેન્ટનું વેરીફીકેશન કરાયુ છે. જયારે હજુ બાકીના ઉમેદવારોના ડોકયુમેન્ટનું વેરીફીકેશન કરાયા બાદ તેઓને સૌ પ્રથમ તાલુકા અને બાદમાં ગામની પસંદગી કરાવવામાં આવશે.

રાજય સરકાર દ્વારા 2343 રેવન્યુ તલાટીની ભરતીનો માર્ગ મોકળો કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો