તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ.લખતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.લખતર

લખતર-વઢવાણહાઈવે ઉપર ઝમર ગામ પાસે બાઇક લઇ બે વ્યક્તિ આવી રહી હતી. ત્યારે બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આથી રોડની બાજુમાં આવેલી ખાઈમાં ખાબકતાં એકનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જયારે બીજી વ્યક્તિનું સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું.

લખતર-વઢવાણ હાઈવે પર વઢવાણથી ઝમર આવતાં વઢવાણનાં મફતિયાપરામાં રહેતાં ભરવાડ જાલાભાઈ કાળુભાઈ અને પાવાગઢના કોયબા ગામના કાળુભાઈ ચંદુભાઈ બાઇક લઇને વઢવાણથી નીકળ્યા હતાં. ત્યારે ઝમર ગામે આવેલ રામદેવપીરની જગ્યામાં દર્શનાર્થે જતા હતાં. સમયે જાલાભાઈએ બાઇક પરનો કાબુ ગુમાવતાં તેમની સાઈડમાં આવેલ રોડની ખાઈમાં ઉતરી ગયુ હતું. જેમાં લીમડાનાં ઝાડ સાથે બાઇક અથડાતાં બંને ખાઈમાં ખાબક્યાં હતાં. બનાવમાં ભરવાડ જાલાભાઈનું સ્થળ પર મોત થયુ હતું. જયારે કાળુભાઈને ગંભીર ઈજાઓ થતાં લખતર સરકારી દવાખાનાંની એમ્બ્યુલન્સવાનમાં સુરેન્દ્રનગરખાતેની ટી.બી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન કળુભાઈનું મોત થયુ હતું.

એકનું ઘટનાસ્થળે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો