તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂડાના ભાલેજડા ગામના ઘરમાંથી વિદેશી દારૂ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડાતાલુકાના ભાણેજડા ગામે આવેલા રહેણાક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પીએસઆઇ સહિતની ટીમે મકાનમાં દરોડો કર્યો હતો. જેમાં ઘરના ફળીયામાંથી વિવિધ બ્રાન્ડની 248 બોટલ વિદેશી દારૂ સહિત રૂપિયા 57,200નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો.

ચૂડા પોલીસને તાલુકાના ભાણેજડા ગામે એક વ્યકિતના રહેણાક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આથી ચૂડા પીએસઆઇ પી.સી.સીંગરખીયા સહિતની ટીમે ભાણેજડા ગામે રહેતા પ્રવીણભાઇ રાણીંગભાઇ ભાંભળાના રહેણાક મકાનમાં દરોડો કરી ફળિયામાંથી વિવિધ બ્રાન્ડની 248 બોટલો મળી આવી હતી.

દરોડા દરમિયાન મકાન માલીક પ્રવીણભાઇ ભાંભળા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આથી પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા 57,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મકાનમાલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપી ફરાર|57,500ની મત્તા જપ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો