તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • વઢવાણ સારશ્વતનગરમાં ગંદા પાણીનાે ભરાવાે : મચ્છરોના ઉપદ્રવથી પરેશાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ સારશ્વતનગરમાં ગંદા પાણીનાે ભરાવાે : મચ્છરોના ઉપદ્રવથી પરેશાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણનાનવા 80 ફૂટ રોડ પર આવેલા સારશ્વતનગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો રહેણાક વિસ્તાર આજુબાજુ ભરાવો થયો છે. આથી ગંદા પાણીમાં માખી, મચ્છરોનો ઉપદ્રવ વધવાથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જેના લીધે સોસાયટીના રહીશોએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી ગંદા પાણીનો તાકિદે નિકાલ કરવા માંગ કરી હતી.

વઢવાણ નગરપાલિકાની હદમાં આવતા નવા 80 ફૂટ રોડ પર છેલ્લા એક દાયકામાં અનેક નવી સોસાયટીઓ આકાર લઇ રહી છે. ત્યારે વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટોમાં વરસાદી પાણી જમા થતા ગંદા પાણીના તલાવડા ભરાયા છે. ગંદા પાણીમાં માખી, મચ્છરનો ઉપદ્રવ વધતા સોસાયટીના લોકોનું રહેવુ મુશ્કેલ બની ગયુ છે. ત્યારે વઢવાણના નવા 80 ફૂટ રોડ પર આવેલ સારશ્વતનગરના 100થી વધુ રહીશો ગંદા પાણીના લીધે પરેશાન થઇ ગયા છે. આથી સારશ્વતનગરમાં રહેતા એમ.ડી.બારોટ, દિનેશભાઇ પ્રજાપતિ, કાનજીભાઇ રબારી સહિતનાઓએ સોમવારે કલેકટર કચેરીમાં ગંદા પાણીનો નિકાલ કરવા લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયા મુજબ સારશ્વતનગરમાં રહેણાક મકાનોની આસપાસ પ્રથમ વરસાદ બાદથી ગંદા પાણીનો ભરાવો થયો છે. જેમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો ફેલાય છે. છેલ્લા એક માસમાં સોસાયટીના નાના બાળકો સહિત પાંચથી વધુ લોકો મેલેરિયામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો