તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોજીલી જિંદગીના ‘રિયાઝ’ માટે 38 ચોરીને અંજામ..

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવેપરથી પસાર થતા વાહનોને નિશાન બનાવીને કિંમતી સામાનની ચોરી કરતી વધુ એક ગેંગનો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પદાર્ફાસ કર્યો હતો. ગેડિયા ગામ પાસે વોચમાં રહેલી પોલીસે તસ્કર ગેંગના સાગરીતને પકડી લીધો છે. પોતાના ગેંગ સાથે મળીને સુરેન્દ્રનગર તથા અમદાવાદ જિલ્લામાં કુલ 38 જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની ચોંકાવનારી વિગતનો ખૂલાસો કર્યો હતો.

સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પસાર થતા વાહનોમાં ચડી જઇને તેમાં રહેલા સામાનની ચોરી કરતી ગેંગ લાંબા સમયથી તરખાટ મચાવી રહી છે. પરિણામે ખાસ કરીને માલવણ હાઇવે પર રાત્રિના સમયે વાહનો લઇને પસાર થતા ચાલકો રીતસર ફફડી રહયા છે. આથી આવી ગેંગને પકડવા માટે પોલીસવડા આર.એફ.સંઘાડાએ ખાસ સૂચના આપી હતી. જેના આધારે એલસીબી પી.આઇ.બી.બી.ભગોરાએ તેમની ટીમની મદદથી ખાસ પેટ્રોલીંગ ચાલુ કરીને ગેંગને પકડવા માટે ચક્રગતિમાન કર્યા હતા. દરમિયાન એલસીબીના હિતેન્દ્રસિંહ ચૂડાસમાને બાતમી મળી હતી કે આવી ચોરીમાં સંડોવાયેલ અને પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો ગેડીયા ગામનો શખ્સ રીયાઝખાન અયુબખાન જત મલેક ગેડીયા આજુબાજુ ફરે છે. આથી તેઓ સ્ટાફના જયદેવસિંહ રાણા, ભૂપેન્દ્રભાઈ,સંજયસિંહ સહિતની ટીમ સાથે વોચ ગોઠવી હતી. જેમાં ગેડીયાની પ્રાથમિક શાળા પાસેથી રીયાઝખાન મલેકને આબાદ ઝડપી લીધો હતો. રિયાઝ માત્રને માત્ર મોજ પૂરા કરવા માટે ચોરી કરતો હતો. ચોરી બાદ પોતાના ભાગમાં આવેલા રૂપિયાથી જુગાર, દારૂની મહેફિલ માણતો હતો.

ચાલુ વાહને ઉપર ચડી જઇને 38 જેટલી ચોરી કરનારી ગેંગના સૂત્રધારને ગેડિયામાંથી પોલીસે દબોચી લીધો હતો.

38 ચોરી કરનાર ગેડિયાથી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...