તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા 7 ટરબોને RTOએ ડિટેઇન કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીમાંટ્રાફિક અને દબાણોથી પ્રજા ત્રસ્ત બની છે. ત્યારે સુરેન્દ્રનગર આર.ટી.ઓ. વિભાગે સપાટો બોલાવ્યો હતો. જેમાં આર.ટી.ઓ.નાં નિયમોનું ઉલ્લંઘન કરતી 7 હેવી ટ્રકોને ડિટેઇન કરી દંડ ફટકારાયો છે.

પાટડી ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિક સમસ્યા સર્જાયો છે. આથી ટ્રાફિસ અને દબાણોને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર આર.ટી.ઓ. વિભાગની ટીમ દ્વારા માલવણ હાઇવે પર સપાટો બોલાવ્યો હતો. જેમાં ઓવર લોડેડ, કાગળિયા વિનાની અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લંઘન કરતી 7 ટરબાે(હેવી ટ્રકો)ને ડિટેઇન કરી હતી. ઉપરાંત દંડ ફટકારી પાટડી પોલીસ મથકે ટ્રક લાવવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક વિભાગના એ.એસ.આઈ. એમદભાઈ ફકીર મંમદ કોટવાલ દ્વારા માલવણી હાઇવે પર પૂરઝડપે દોડતી ટ્રકના ચાલક અને રાજસ્થાનના ભીલવાડામાં રહેતા ત્રિલોકસિંહ વજીરસિં ને અટક કરી વધુ તપાસ પાટડી પોલીસ મથકનાં આર.સી. ગામેતી ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો