તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

}આરોપી થાન તાલુકાના અભેપર ગામનો રહેવાસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરનીસબ જેલમાં હત્યાના ગુના સબબ સજા ભોગવતા થાનગઢના અભેપર ગામના વ્યકિતએ પોતાના પિતાનું અવસાન થયું હોવાથી અંતિમવીધી તેમજ પરિવારજનો માટે નાણાની વ્યવસ્થા કરવા જામીન અરજી કરી હતી. ત્યારે તપાસ દરમિયાન આરોપીના પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયું હોવાનું ખૂલતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યંુ હતુ. આથી સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ મથકે આરોપી, તેના મોટાભાઇ અને ગામના સરપંચ સામે ગુનો દાખલ કરાયો છે.

જેલમાં સજા ભોગવતા આરોપીને વિવિધ સામાજીક કારણોસર કોર્ટ દ્વારા જામીન અપાય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ખોટા પુરાવા રજૂ કરીને આરોપીઓ જામીન માંગતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરની સબ જેલમાં હત્યાના ગુના સજા ભોગવતા આરોપીએ જામીન અરજીની તપાસમાં આરોપીના પિતાનું મોત 15 વર્ષ પહેલા થયું હોવાનું ખૂલતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યુ હતુ. ચકચારી બનાવ અંગે સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ થાનના અભેપર ગામે રહેતા ચંદુભાઇ નરશીભાઇ મીઠાપરા હત્યાના ગુનામાં સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવતા હતા. દરમિયાન તેઓએ પોતાના પિતાનું અવસાન થતા તેમની અંતિમ વિધી અને પરિવાર માટે આર્થિક વ્યવસ્થા કરવા કોર્ટમાં 3 સપ્ટેમ્બરના રોજ જામીન માટે અરજી મૂકી હતી. જેમાં તેઓએ પોતાના મોટાભાઇ ધનાભાઇ નરશીભાઇનું એફીડેવીટ અને ગામના સરપંચ સોનીબેન ગેલાભાઇ દ્વારા અપાયેલ પિતાના મરણનો દાખલો પણ રજૂ કર્યો હતો. ત્યારે કેસમાં સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.એમ.ચૂડાસમા, અરવિંદભાઇ, નારણભા ગઢવી, રમેશભાઇ સહિતનાઓએ તપાસ કરતા આરોપીના પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયુ હોવાનું ખૂલ્યુ હતુ.

પોલીસે અંગે કોર્ટમાં રીપોર્ટ કરતા સુરેન્દ્રનગર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટના રજીસ્ટ્રાર યુ.એસ.લોઢાએ કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપી ચંદુભાઇ નરશીભાઇ મીઠાપરા, ખોટુ એફિડેવીટ કરનાર મોટાભાઇ ધનાભાઇ નરશીભાઇ મીઠાપરા અને અમરાપર, અભેપર, કાનપર સંયુકત ગ્રામ પંચાયતના સરપંચ સોનીબેન જેઓએ ખોટો મરણનો દાખલો કાઢી આપ્યો હતો તેઓની સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

મોટા ભાઇએ એફિડેવીટ કરી અને સરપંચે મૃત્યુનો ખોટાે દાખલો આપતા તેમની સામે પણ કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો