ઇંગરોડી અને ઝીંઝુવાડામાંથી 10 જુગારીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લાના લખતર તાલુકાના ઇંગરોડી અને પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં પોલીસે દરોડા કરીને 10 જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી પટમાં રહેલા રોકડા રૂપીયા 13,700નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

લખતર : લખતરના ઈંગરોડી ગામે પીએસઆઈ એ.ડી.ચાવડા સહિતનાઓએ દરોડો પાડ્યો હતો. જેમાં યુનિસખાન દિલાવરખાન મલેક, મુકેશભાઈ કરશનભાઈ સીંધવ, હુસેનખાન ખાનાજી મલેક, પરસોત્તમભાઈ સવજીભાઈ સીંધવ ઝડપાઇ ગયા હતા. જયારે અલીફખાન મામદખાન મલેક નાસી છૂટયા હતા. શખ્સો પાસેથી રોકડા રૂપિયા 5500 સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પાટડી : પાટડી પીએસઆઇ એચ.જે.ભટ્ટ સહિતનાઓએ ઝીંઝુવાડાના છાપરા વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં લાલા કાના ઠાકોર, ગોપાલ લઘરા ઠાકોર, જોહા ધૂડા ઠાકોર, દિલીપ કાના ઠાકોર, લાલા પ્રહલાદ ઠાકોર અને લાલા રાયા ઠાકોરને રોકડા રૂપિયા 8200 સાથે ઝડપી લીધા હતા.

પોલીસે રૂપીયા 13,700નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટડીમાંથી જુગાર રમતા શખ્સો ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...