• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાંથી પોલીસે પકડેલી 160 બોરી ઘઉંના જથ્થાથી વિવાદ

સુરેન્દ્રનગરમાંથી પોલીસે પકડેલી 160 બોરી ઘઉંના જથ્થાથી વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં અનેકવાર સસ્તા અનાજની દુકાનોનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની વિગતો પ્રકાશમાં આવે છે. ત્યારે જોરાવરનગર પોલીસે વધુ એક ઘઉંના જથ્થાનો પર્દાફાશ કરતા ચકચાર ફેલાઇ છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ જોરાવરનગર પીએસઆઇ એમ.જે.જાડેજા, રમેશભાઇ પટેલ, અયુબભાઇ, આદમભાઇ સહિતનાઓ રાતના સમયે હાઇવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. સમયે એક વાહનમાં સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર જતો હોવાની બાતમીને આધારે મૂળી હાઇવે પર વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં લાગતી ટ્રકની તલાશી લેવાતા તેમાં 160 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ કરતા ડ્રાઇવર રસીકભાઇ પટેલ પાસેથી જથ્થો રતનપર ખાણ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાને ખાલી કરવાનો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે તમામ મામલો પુરવઠા વિભાગને સોંપ્યો હતો. જેમાં પુરવઠા ઇન્સપેકટર એચ.એન.સારદીયા સહિતનાઓએ ધસી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

કસૂરવારો સામે કડક કાર્યવાહી થશે

^ઘઉંના જથ્થા સાથે ઝડપાયેલ વાહન અને ઘઉંનો જથ્થો હાલ સીઝ કરી દેવાયો છે. ઘટનામાં તમામ કસૂરવારોને નોટીસ આપી ખૂલાસા પૂછવામાં આવશે. જયારે તપાસ બાદ કસૂરવારો સામે કોઇની શેહ શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવશે. > ડી.બી.ટાંક,પુરવઠાઅધિકારી

શંકાઉપજાવતા મુદ્દાઓ

{વાગે અનાજનો પુરવઠો આપતુ ગોડાઉન બંધ થઇ જાય છે ત્યારે છેક રાત્રે વાહન 9 વાગે પકડાયુ હતુ. ખાલી કરવાની જગ્યાએ જતા ગોડાઉનથી વધીને અડધો કલાકનો સમય લાગે છે.

{ પુરવઠો મૂકવા જતા વાહન પર સરકારી પુરવઠો છે તેવુ બેનર મારવુ ફરજિયાત છે, જયારે વાહન પર કોઇ બેનર હતુ.

{ ઝડપાયેલ વાહન પુરવઠો પૂરો પાડનાર માન્ય કોન્ટ્રાકટરનું હતુ.

રેશનીંગનો જથ્થો બારોબાર જતો હોવાની હકીકત પોલીસને મળી હતી

અન્ય સમાચારો પણ છે...