ચંદ્રનગરમાં કિચડરાજથી ત્રસ્ત રહીશોનો પાલિકા દોડી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરના ચંદ્રનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર કિચડનું સામ્રાજય છવાયુ છે. ત્યારે કિચડના લીધે લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. આથી વિસ્તારના રહીશોએ પાલિકા કચેરીએ ધસી આવી રસ્તો ચાલવા યોગ્ય કરવા લેખિત રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર શહેરના અનેક રસ્તાઓ પર વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજય જોવા મળે છે. પાલિકા દ્વારા રસ્તા પર માટી કે ઝીણી કપચી નાંખવાથી સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. આવા સમયે શહેરના વોર્ડ નં. 2માં આવેલા ચંદ્રનગર વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજય છવાયેલુ હોવાથી લોકો પરેશાન થઇ ગયા છે. શનિવારના રોજ વિસ્તારમાં રહેતા એ.પી.ત્રિવેદી, જયોત્સનાબેન, નીકીતાબેન, રસીલાબેન સહિતનાઓ પાલિકા કચેરીએ ધસી ગયા હતા. જયાં પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઇ

અનુસંધાનપાના નં.3

સુ.નગર પાલિકામાં રસ્તો ચાલવા યોગ્ય કરવા કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...