તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરના પાંચ વોર્ડમાં નવી લાઇનથી પાણી વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં. 11, 12, 13, 14 અને 4, 5થી શરૂઆત

સુરેન્દ્રનગરનીજનતાને પીવાનું પાણી પૂરૂ પાડતો ધોળીધજા ડેમ છલોછલ ભરેલો હોય તો જનતાને રોજ પાણી મળે તેવી સ્થીતિ હતી. આવા સમયે રૂપીયા 56 કરોડના ખર્ચે નવી પાણીની લાઇનનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે પાલિકાના વોર્ડ નં. 11, 12, 13, 14 અને 4,5માં ટેસ્ટીંગ સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આથી નગરપાલિકાના પ્રમુખ શીલાબા ઝાલા, જશુભા તથા ચેરમેન રાજભા રાણા સહિત સમગ્ર પાલિકાની ટીમ દ્વારા જોરાવરનગર, રતનપર, હનુમાન ચોક, લાતી પ્લોટ તથા 80 ફૂટના રોડ સાથે જોડાયેલા પાંચ વોર્ડમાં નવી લાઇનમાંથી પાણી વિતરણ કરવાનું આયોજન કરી દીધુ છે.

બાબતે પાલીકાના ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયાએ જણાવ્યુ કે, આજે રતનપરથી નવી લાઇનમાં પાણી આપવાની શરૂઆત થશે. ટેસ્ટીંગ તથા લીકેજની સમસ્યા દૂર થઇ ગયા બાદ લાઇનમાં લોકોને દરરોજ પાણી મળતુ થશે. પરંતુ તેના માટે દરેક વ્યકિત પોતાની ટાંકીમાં જોડાણ લઇ લે તે પણ ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...