તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર-લીંબડી હાઈવે ઉપર ખાડારાજથી વાહનચાલકો ત્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર-લીંબડીરોડ ઉપર અગાઉ કરેલ નર્મદાની માઈનોર કેનાલનાં કામોનાં કારણે ઠેકઠેકાણે રોડમાં ખાડાઓ પડી ગયા છે. આથી વાહનચાલકો પરેશાની ભોગવવી પડતા રોષની લાગણી જોવા મળે છે.

સરકારનાં નર્મદા વિભાગ દ્વારા જે તે વિસ્તારમાં કેનાલોનાં કામો કરી ખેડૂતોને પિયત માટે પાણી પહોંચાડીને કાયાપલટ કરવાનાં સ્વપ્ન દેખાડીને તે કાયાપલટ કરશે. પરંતુ અત્યારે લખતર-લીંબડી વિસ્તારનાં રહીશો ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકામથકે આવતાં હોય ત્યારે રસ્તા ઉપર પડેલાં ખાડાઓથી પરેશાની ભોગવતાં રોષની લાગણી જોવા મળે છે. અંગે વિક્રમસિંહે જણાવ્યું કે તાવી ગામ નજીકથી પસાર થતાં લખતર-લીંબડી હાઈવે ઉપરથી પસાર થતી નર્મદા કેનાલનાં કારણે તોડેલ રાજ્યધોરીમાર્ગને ફરી ખાડાઓવાળો ઠેકઠેકાણે બનાવી દીધો છે. આથી લખતર-લીંબડી હાઈવેની મરામત તાત્કાલિક અસરથી કરવાની માંગ વિસ્તારનાં લોકોમાંથી ઉઠવા પામી છે. અંગે માર્ગ અને મકાન વિભાગની સુરેન્દ્રનગર કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર સલીમભાઈ જામે જણાવ્યું કે, કામ તાત્કાલિક અસરથી પેચીંગ કરી રિપેર કરવામાં આવશે.

લખતર-લીંબડી રોડમાં પડેલ મોટા ખાડા. તસવીર-સતીશઆચાર્ય

તાવી પાસે ઠેર ઠેર ખાડાઓ રિપેર કરવાની માંગ

અન્ય સમાચારો પણ છે...