તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુણવત્તા સુધારો.. શિક્ષણ આપવા શાળા નહીં રહે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલ્ફફાઇનાન્સ શાળાઓના આક્રમણ સામે સરકારી શાળાઓની સાથે સાથે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનું પણ અસ્તીત્વ જોખમાઇ રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર માધ્યમિક જિલ્લા શિક્ષક સંઘના યોજાયેલા અધિવેશનમાં આવતીકાલને સાચવવા માટે શિક્ષકોને સજાગ રહેવા અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનો મૃત્યુઘંટ વાગે તે પહેલા જાગવા રાજય માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા આહવાન કરાયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુકત ઉપક્રમે રાજકોટ હાઇવે પર દાદા ભગવાન સંકુલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના 27મા વાર્ષિક અધિવેશનનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે શિક્ષકોના તેજસ્વી બાળકોને સન્માનીત કરાયા હતા. જયારે નિવૃત થનાર શિક્ષકોને શ્રીફળ પડો અને શાલ ઓઢાડી અભિવાદન કરાયુ હતુ. જયારે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ પટેલ, મહામંત્રી દિનેશભાઇ ચૌધરી, ઉપપ્રમુખ પી.એમ.પટેલે જણાવ્યુ કે, સરકારની બદલાતી જતી નીતીઓ વચ્ચે અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આક્રમણ સામે ટકી રહેવુ મુશ્કેલ છે. ત્યારે આવી શાળાઓના શિક્ષકોએ જાતે પોતાની શાળાનું માર્કેટીંગ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા કરવી જોઇએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓની સંખ્યા અને 30 ટકાથી ઉંચુ પરિણામ લાવવા બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. વર્ષો પહેલાની ગ્રાન્ટેડ શાળાઓ પોશ વિસ્તારમાં આવતી હોઇ શાળા બંધ કરાવવા માટે દર માસે બે અરજી ગાંધીનગર આવે છે. હાલ જમીનના ભાવ ઉંચકાયા હોવાથી મંડળો દ્વારા આવી કાર્યવાહી કરાય છે, તો તમારી શાળામાં આવુ બને તે માટે શિક્ષકોની આવતી કાલ સાચવવા શિક્ષકોએ આજે જાગૃત થવુ પડશે. પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે શિક્ષકોને સમયનું મૂલ્ય સમજાવીને સમયની સાથે ચાલવા જણાવ્યુ હતુ.

અધિવેશનમાં સરકારી શાળાના કથળી રહેલા શિક્ષણ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી હતી, અને આવનારા સમયમાં શિક્ષકોનું શિક્ષણની ગુણવત્તાનું પ્રમાણ સુધવાર ચેતવણી અપાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું અધિવેશન યોજાયુ હતુ.

સુધરવા જોગ

શિક્ષકો કરે શાળાનું માર્કેટિંગ!|જિલ્લા માધ્યમિક સંઘનું વાર્ષિક અધિવેશન : પ્રમુખની સરકારી શિક્ષકોને ટકોર

અન્ય સમાચારો પણ છે...