સાપરની સીમ પાસે લૂંટ કરનાર બે શખ્સ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપરગામની સીમ પાસે મોટરસાઇકલ ઉપર ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ છરીને અણીએ કારચાલકની કાર સહિત રૂ. 2,02,700ની લૂંટ કરી નાસી છૂટતા ચકચાર ફેલાઇ હતી. ઘટનામાં પોલીસે જુનાગઢ તેમજ રાજકોટનાં શખ્સને બોટાદામાંથી દબોચી લઇ લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાયલા તાલુકાના સાપર ગામની સીમ હોટલ પાસે બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ ઉપર આવીને છરીની અણીએ કારચાલકને લૂંટી લઇને નાસી છૂટતા ચકચાર ફેલાઇ હતી. બનાવ અંગે ભવાનીસિંહ વાઘુભા ઝાલાએ સાયલા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે રૂ. 2,02,700નાં મુદ્દામાલની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બોટાદમાંથી બે શખ્સોને ઝડપી પાડીને બોટાદ પોલીસે સઘન પૂછપરછ કરતા શખ્સો ભાંગી પડયા હતાં. જેમાં જૂનાગઢનાં 30 વર્ષનાં ભાભલુભાઈ શાંતુભાઈ ધાધલ અને રાજકોટનાં 19 વર્ષનાં લક્ષ્મણભાઈ ઉર્ફે બલીયો વિનુભાઈ મકવાણા હોવાનુ ખૂલ્યુ હતું.

આથી બંને શખ્સોને સાયલા પોલીસનાં હવાલે કરાતા સાપર પાસે કરેલી લૂંટ શખ્સોએ કબૂલી લીધી હતી. ત્યારબાદ કાર,મોબાઇલ, રોકડ રકમની લૂંટ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઈ. બી.ડી.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...