અપહરણ બાદ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાનાવ્રજપર ગામે રહેતી 19 વર્ષની યુવતી ઘરની બહાર શેરીમાં ઉભી હતી. ત્યારે ગામમાં રહેતા ભાનુભાઇ નરેશભાઇએ છરી દેખાડી, મોઢામાં ડૂચો મારી અપહરણ કરી લઇ જઇ વાડીમાં ગોંધી રાખી હતી. જયાં દુષ્કર્મ કરી અલગ-અલગ જગ્યાએ યુવતી સાથે 3 વર્ષ સુધી દુષ્કર્મ કરી કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીએ વ્રજપર આવી પરિવારજનોને જણાવતા ધ્રાંગધ્રા પોલીસ મથકે ભાનુભાઇ નરેન્દ્રભાઇ સામે અપહરણ, દુષ્કર્મ અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.બી.બસીયા ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ફરિયાદે નારી સુરક્ષા અને સેતુ સુરક્ષાની વાતોનો પરપોટો ફોડી નાંખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...