• Gujarati News
  • સુરેન્દ્રનગરનાઅનેક વિસ્તારોમાં જુગારના પટ ચાલુ રહેતા પોલીસે દરોડા પાડયા

સુરેન્દ્રનગરનાઅનેક વિસ્તારોમાં જુગારના પટ ચાલુ રહેતા પોલીસે દરોડા પાડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરનાઅનેક વિસ્તારોમાં જુગારના પટ ચાલુ રહેતા પોલીસે દરોડા પાડયા હતાં. જોરાવરનગર પી.એસ.આઈ. એ.એચ.ઘોરી, લક્ષ્મણસિંહ, રાજભા સહિતની ટીમે જોરાવરનગર રેલવે સ્ટેશન પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે ગુડદી પાસાના જુગારનો ખેલ ખેલતા જોરાવરનગરનાં દિલીપભાઈ કોળી, રાજાભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ, નાનુભાઈ ભરવાડ, ભવાનીભાઈ જાદવ, કિર્તીભાઈ પરમાર અને દીલીપભાઈ દલવાડીને ઝડપી લીધા હતાં. જુગારના પટમાંથી 37,000ની રોકડ રકમ તેમજ પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા.

જોરાવરનગરમાં જુગારધામ પર દરોડો સાત ઝડપાયા