તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકબ્રિગેડના યુવાનો માટે માર્ગદર્શન શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકબ્રિગેડના યુવાનો માટે માર્ગદર્શન શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ¿સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પોતાની કામગીરી, ફરજ અંગે પૂરતુ માર્ગદર્શન મળી રહે તે માટે પોલીસ અધિક્ષકની કચેરીના કોન્ફરન્સ હોલમાં માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવડા દીપકકુમાર મેઘાણીએ ટ્રાફિક બ્રિગેડનાં કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત તમામને સ્વચ્છ યુનિફોર્મ પહેરવા, સારૂ ટર્ન આઉટ રાખવા અને પોલીસ વિભાગને શોભે તેવા શિસ્તમાં ફરજ પર આવવા સૂચના આપી હતી. શિબિરમાં ડીવાય.એસ.પી. બી.એમ.વસાવા, ટ્રાફિક પી.એસ.આઈ. વી.એફ.ઝાલા, ટેકનીકલ સેલના અધિકારી નાયર , સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગરનાં 33 જેટલા ટ્રાફિક બ્રિગેડનાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...