તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીમા કંપનીને સારવારની પૂરી રકમ ચૂકવવા હૂકમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાના રતનપરની માંડવરાયજી સોસાયટીમાં રહેતા જયવીરસિંહ સુરૂભા પરમારે યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીમાં તા. 23 જાન્યુઆરી 15 થી 22 જાન્યુઆરી 16 સુધીની મેડિકલેઇમ પોલીસી લીધી હતી. દરમિયાન તા. 29 જુલાઇ 15ના રોજ જયવીરસિંહના પત્નીને આંખ, કાન, ગળાના સ્પેશ્યાલીસ્ટ ડોકટર પાસે ઓપરેશન કરાવ્યુ હતુ. જેમાં વીમા કંપનીમાં ખર્ચ માટે રૂપિયા 58,434નો કલેઇમ મૂકાતા વીમા કંપનીએ રૂપિયા 22,800 ઓછા મંજૂર કર્યા હતા. આથી ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ થયો હતો. જે કેસ તાજેતરમાં ચાલી જતા અરજદાર તરફે પ્રદ્યુમનસિંહ મકવાણાએ દલીલો કરી હતી. આથી ફોરમના પ્રમુખ વી.એમ.નાયક અને સભ્ય એ.સી.પંડયાએ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરનસ કંપની અને ઇ-મેડીટેક ટીપીએ સર્વીસીસ લીમીટેડને સંયુકત કે વીભકત રીતે રૂપિયા 22,800 દિન 30માં 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા હૂકમ કર્યો છે. ઉપરાંત અરજદારને થયેલ માનસીક ત્રાસના રૂપીયા 1 હજાર અને અરજી ખર્ચના રૂપીયા 750 ચૂકવવા પણ હૂકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...