તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RSBYમાં નામ નીકળતા થાનનું દંપતી ઓપરેશન વગર પરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં આરએસબીવાય હેઠળ કામ કરતી વીમા કંપની તા. 1 જુલાઇથી બદલાઇ છે. ત્યારે ગુરૂવારે તો કાર્ડમાં અન્ય વ્યકિતનું નામ નીકળતા લાભાર્થીને ઓપરેશન કરાવ્યા વગર પરત ફરવુ પડ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અંતર્ગત કામ કરતી વીમા કંપની બજાજ એલયાન્સમાંથી ઓરીએન્ટલ કંપની બની છે. પરંતુ કામ શરૂ કર્યાને 12 દિવસ જેટલો સમય થવા છતાં કંપની દ્વારા કોઇ માણસો આરએસબીવાયની ઓફિસે મૂકાતા નામ અનેક લાભાર્થીઓને રઝળપાટ કરવાનો વારો આવે છે. ત્યારે ગુરૂવારના રોજ થાનમાં રહેતા ભીમજીભાઇ પૂંજાભાઇ વાણીયાના પત્ની મણીબેનને આંખમાં ફલૂનું ઓપરેશન કરાવવાનું હતુ. દવાખાનામાં કાર્ડમાં નામ હોવાથી તેઓ આરએસબીવાયની ઓફિસે આવ્યા હતા. જેમાં તપાસ કરતા કાર્ડમાં તેમની પત્ની મણીબેનની જગ્યાએ કોઇ ગીતાબેનનું નામ હતુ. આથી થાનના દંપતીને ઓપરેશન કરાવ્યા વગર થાન પરત ફરવુ પડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...