તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પાના નં.1 પરનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યા તેમજ આગ લગાડવાની ઘટનાઅોની વાત વાયુવેગે પ્રસરી જતાં મિનિટોમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી. હત્યાના બનાવને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પસાર થવુ જોખમી બની ગયુ હતુ. નિર્દોષ મુસાફરો રોષે ભરાયેલા લોકોના ટોળાનો ભોગ બને તે માટે પોલીસ દ્વારા કચ્છથી અમદાવાદ અને અમદાવાદથી કચ્છ તરફ જતી આઠ જેટલી બસોના મુસાફરોને હળવદ પોલીસ મથકમાં આશરો આપ્યો હતો. તેવી રીતે વઢવાણ અને સુરેન્દ્રનગરમાં પણ બસો થોભાવી મુસાફરોને સુરક્ષિત કરાયા હતા.

બસોઅટકાવી મુસાફરોને પોલીસ સ્ટેશનમાં આશરો અપાયો

હત્યાનાબનાવને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પસાર થવુ જોખમી બની ગયુ હતુ. નિર્દોષ મુસાફરો રોષે ભરાયેલા લોકોના ટોળાનો ભોગ બને તે માટે પોલીસ દ્વારા કચ્છથી અમદાવાદ અને અમદાવાદથી કચ્છ તરફ જતી આઠ જેટલી બસોના મુસાફરોને હળવદ પોલીસ મથકમાં આશરો આપ્યો હતો. તેવી રીતે વઢવાણ અને સુરેન્દ્રનગરમાં પણ બસો થોભાવી મુસાફરોને સુરક્ષિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...