• Gujarati News
  • દીકરીએ આત્મહત્યા નહીં, પણ પતિએ મરવા મજબૂર કર્યાની પિતાની ફરિયાદ

દીકરીએ આત્મહત્યા નહીં, પણ પતિએ મરવા મજબૂર કર્યાની પિતાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રતનપરરામેશ્વર ટાઉનશીપમાં રહેતી પતિનાં ત્રાસથી પત્નીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતું. ત્યારે બનાવમાં મૃતક પત્નીના પિતાએ પતિએ દિકરીને મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી.

રતનપર રામેશ્વરી ટાઉનશીપમાં રહેતા બિરજુભાઈ પ્રજાપતિની પત્ની પારૂલબેને પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણી દીધો હતો. ત્યારે બનાવમાં મૃતક પારૂલબેનના પિતા પ્રભુભાઈએ પતિ બિરજુભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ બિરજુભાઈને જુગાર રમવાની આદત હોય જુગારમાં પૈસા હારીને આવે ત્યારે પારૂલબેન સાથે ઝઘડો કરીને શંકા તેમજ વહેમ રાખતા હતાં. ઉપરાંત તુ તારા બાપના ઘરેથી પૈસા લઇ આવ. અને પૈસા લઇ આવે તો તારા બાપના ઘરે જતી રહે. તને રાખવી નથી તારી સાથે છૂટાછેડા લઇ લેવા છે તેમ કહીને પારૂલબેનને ત્રાસ અપાતો હતો. આથી પતિ બિરજુભાઈના ત્રાસથી કંટાળી જઇને પારૂલબેન પંખા સાથે દૂપટ્ટો બાંધીને મરવા માટે મજબુર કર્યાની પિતા પ્રભુભાઈ ઇશ્વરભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એ.એચ.ગોરી ચલાવી રહ્યાં છે.