તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • વઢવાણ નદી પર રૂ.10 કરોડના ખર્ચે નિર્મિત પૂલ પર ગેરરીતિના ગાબડાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ નદી પર રૂ.10 કરોડના ખર્ચે નિર્મિત પૂલ પર ગેરરીતિના ગાબડાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણભોગાવા નદીને જોડતો ઐતિહાસીક પુલની બરોબર પાસે આશરે રૂ.10 કરોડના ખર્ચે નવો પુલ બનાવાયો છે. પરંતુ બે વર્ષ માં પુલ પર અસંખ્ય ગાબડા પડી ગયા છે. ઉપરાંત ઠેર ઠેર સળિયા નીકળી ગયેલા દેખાતા અકસ્માતનો ભય ઊભો થયો છે. આથી પુલનું તાત્કાલીક રિપેરીંગ કરી તપાસની માંગ ઊઠી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ને જોડતો સ્ટેટ હાઇવે પરના નવા પુલની જરૂરિયાત હતી. આથી ભોગાવા નદી કાંઠે ઐતિહાસીક પુલની બાજુમાં આશરે રૂ.10 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો છે. પુલ બન્યાને હજુ બે વર્ષ પણ નથી થયાને અસંખ્ય ગાબડાઓ પુલના રસ્તા પર પડી ગયા છે. આથી પ્રજાના પરસેવાનો ટેક્ષ મેળવતી રાજ્ય સરકારના કરોડો રૂપિયા નું આંધણ થયાનો ઘાટ સર્જાયો છે. અંગે રાજેન્દ્રસિંહ આર.જાદવ, પ્રવિણભાઇ પરમાર, સતિષભાઇ ગમારા, સહિતનાઓએ જણાવ્યુ હતુ કે ભા.જ.પ સરકારમાં વિકાસ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં બનેલ પુલનું કામ ગુણવતા વગરનું થયુ છે. આથી ભ્રષ્ટાચારની ચાડી ખાતા ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે અને સળીયા બહાર આવી ગયા છે. રાજય સરકાર દ્વારા લેવાતા લોકોના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાનું પાણી થતા લોકો રોષ જોવા મળી રહ્યો છે.

પુલના રસ્તા પર મસમોટા ગાબડાઓને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યુ છે. આથી પુલનું ઝડપથી રિપેરીંગ કામગીરી હાથ ધરવી જોઇએ. ઉપરાંત પુલના નબળા કામની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી અને લાગણી વ્યક્ત કરાઇ છે. અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર આર.બી.પટેલે જણાવ્યુ કે પુલ પર ખાડાઓ પડી ગયા છે.ખાડાઓ પોગ્ય રીતે બૂરી દેવામાં આવશે ઉપરાંત પુલનું જરૂરી રિપેરીંગ પણ તપાસ કરીને હાથ ધરવામાં આવશે.

વઢવાણનો ધોળીપોળ પુલ અંગ્રેજોના જમાનાનો હાલ પણ અડીખમ છે જ્યારે બે વર્ષ જૂનાના ગાબડા અને સળીયા દેખાવા લાગ્યા છે. તસવીર-અસવારજેઠુભા

ભાજપ સરકારના રાજમાં વિકાસ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો : પ્રજા

ભ્રષ્ટાચારની બૂમ | સરકારના નબળા કામની બે વર્ષમાં પોલ ખૂલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો