તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાયનો નવો ફતવો : 8 હજાર વિકલાંગ રહેશે લાભથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં 8 હજારથી વધુ વિકલાંગો સરકારી ચોપડે નોંધાયેલા છે. ત્યારે રાજય સરકારની વિવિધ યોજનાઓમાં બીપીએલ લાભાર્થી અને 80 ટકાથી વધુ વિકલાંગ હોય તેને સહાયનો નવો ફતવો બહાર પડાતા મહત્તમ વિકલાંગો સહાયથી વંચીત રહી જવાની સ્થિતિ સર્જાઇ છે. આથી વિકલાંગોએ મુદ્દે કલેકટરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા વિકલાંગોને પેન્શન મળી રહે તે માટે સંત સૂરદાસ યોજના અમલમાં મૂકાઇ છે. યોજનાનો લાભ રાજયના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ વિકલાંગો હાલ લઇ રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા 0 થી 16ના સ્કોરવાળા બીપીએલ લાભાર્થી અને 80 ટકા વિકલાંગ હોય તેઓને યોજનાનો લાભ મળનાર હોવાનો ફતવો બહાર પડાયો છે. જેના લીધે વિકલાંગોમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી ડિસેબિલિટી એડવોકસી ગ્રૂપના નેજા હેઠળ એમ.એ.ખોખર, પ્રકાશભાઇ સીંધવ, વનરાજસિંહ ઝાલા, વસંતભાઇ ચાવડા, સુમનબેન સહિત 30થી વધુ વિકલાંગોએ ગુરૂવારે કલેકટરને અંગે લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી યોજનામાં બદલાવ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયા મુજબ જેમાં સંત સૂરદાસ પેન્શન યોજનાનો લાભ બીપીએલ, એપીએલ, અંત્યોદય કાર્ડ ધરાવતા ગમે તેટલી ટકાવારી ધરાવતા દરેક વિકલાંગોને મળે તે માટે માંગ કરાઇ હતી. ઉપરાંત સરકાર દ્વારા યોજનામાં અપાતી રકમ ક્ષુલ્લક રૂપિયા 400 જેટલી હોવાથી અન્ય રાજયોની સરખામણીએ માથાદીઠ આવક મુજબ સહાય આપવાની પણ માંગણી કરાઇ હતી. જેમાં રાજય સરકારની જમીન, વ્યવસાય, ધંધા માટે જાહેર કરાયેલી યોજનાઓમાં કાયદાનું યોગ્ય પાલન થતુ હોવાની રાવ વિકલાંગોએ વ્યકત કરી હતી. તેઓના જણાવાયા મુજબ જો 30 ટકા કાયદાઓનું પાલન થાય તો રાજયનો એકપણ વિકલાંગ રોજીરોટી વગરનો રહે નહી. જો અંગે તાકિદે કોઇ કાર્યવાહી થાય તો રાજયકક્ષાએ વિકલાંગોએ લડી લેવાની તૈયારી દેખાડી હતી.

જિલ્લાના વિકલાંગ લાભાર્થીઓની કલેકટર સમક્ષ ધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો