તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ખેડૂતોની મૂરઝાતી મોલાતને બચાવવા સુખભાદર ડેમ નર્મદાના નીરથી ભરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની મૂરઝાતી મોલાતને બચાવવા સુખભાદર ડેમ નર્મદાના નીરથી ભરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાઅને બોટાદ વિસ્તારમાં આવેલા સૌથી મોટા સુખભાદર ડેમ ખાલી જોવા મળી રહયો છે. ત્યારે રાજપરા સંમ્પથી અનિયમિત પાણી છોડવામાં આવતા સુખભાદર ડેમમાં પાણીની આવક જોવા મળતી નથી. બાબતે ભાજપના આગેવાને સુખભાદરમાં પાણી ભરવામાં આવે તો સાયલા, બોટાદ, રાણપુર સહિત અનેક ગામોના તળ સજીવન બને અને પાકને નવ જીવન મળે તેવી રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં અપુરતા વરસાદથી ડેમ પાણી વગરનો જોવા મળી રહયો છે. ત્યારે સુખભાદર ડેમ ભર્યો હોય તો સાયલા તાલુકાના મોટા ભડલા, ચોરવીરા, લોયા, નાગડકા સીમ જમીન, બોટાદના નાના ભડલા, લીંબોડા, પીપરડી અને રાણપુરના ઉમરાળા, ગઢીયા, ધાર પીપળી, સાંગણપુર, દેરડી, કેરીયા સહીત અનેક ગામો અને સીમ જમીનને પીવાના તેમજ સિંચાઇનો લાભ મળી શકે તેમ છે. પરંતુ સુખભાદરને ભરવાનું બંધ થતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે. બાબતે ભાજપના ઉપ પ્રમુખ અજુભાઇ કાળુભાઇ મેરે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું છે. કે, વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ થયેલ છે. ડેમમાં અનિયમિત પાણી છોડવામાં આવતા સુખભાદર ડેમમાં પાણીની આવક જોવા મળતી નથી ત્યારે ખેડૂતોના તલ, કપાસ, બાજરી સહિતના અનેક મોલ સૂકાઇ જતો હોઈ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.

ચોમાસે અછત | સાયલા, બોટાદ સુધીના ખેડૂતો માટે આશિર્વાદરૂપ ડેમ તળિયા ઝાટક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો