તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની સ્કૂલમાં RTEના છાત્રો સાથે અન્યાયની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરનીએક શાળામાં રાઈટ ટુ એજ્યુકેશન કાયદાનો દુરૂપયોગ કરાતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.

શહેરની સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટસમાં આરટીઇ યોજના અંતર્ગત ભણતા વાલ્મિકી સમાજના આંકાક્ષા આર. રાઠોડ, રણવીર ડી. સોલંકી, અક્ષ પી. પરમાર, કાવ્યા ડી. સોલંકી, દુર્ગેશ એન. વાઘેલા, પૃથક કે. પરમાર અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ તથા મયૂરભાઇ પાટડીયા સહિતના લોકોએ કલેકટરને રજૂઆત કરી છે કે, શાળામાં તેમના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. યોગ્ય પ્રમાણમાં શિક્ષણ પણ આપવામાં આવતુ નથી. બાળકોને બહાર બેસાડી અપમાનીત કરવામાં આવે છે. વાલીની રજૂઆત સાંભળી કલેકટર ઉદીત અગ્રવાલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાની કરવાની ખાત્રી આપી હતી.

જયારે શાળાના સંચાલક ઇન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ કે, અમારી શાળા સામે કરેલા આક્ષેપો ખોટા છે. દરેક વિદ્યાર્થીને સમાન શિક્ષણ આપવાનો અમારો ધ્યેય છે. આરટીઇના નિયમનું ઉલ્લંઘન કર્યા વગર શાળામાં દરેક વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો