તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • લખતર બસ સ્ટેન્ડ ખરૂ પણ ડ્રાઇવરની મરજી મુજબ બસ ગમે ત્યાં ઉભી રહે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતર બસ સ્ટેન્ડ ખરૂ પણ ડ્રાઇવરની મરજી મુજબ બસ ગમે ત્યાં ઉભી રહે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટેટહાઈવે ઉપર સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમુ લખતર હોવા છતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વરસોથી કરાતો અન્યાય સહન કરતું આવ્યું છે. લખતર બસ સ્ટેન્ડમાં એસ.ટી.બસો આવતી નથી. બસ સ્ટેન્ડમાં કંટ્રોલર હોવાથી મુસાફરોને બસમાં બેસવા રોડમાં રીતસર દોડાદોડી કરવી પડે છે.

લખતર શહેર રાજ્ય ધોરીમાર્ગ ઉપર અમદાવાદ-સુરેન્દ્રનગર હાઈવે પર સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર તરીકે લખતર ગણાય છે. પરંતુ એસ.ટી. સ્ટેન્ડમાં એસ.ટી.બસો જતી હોવાથી મુસાફરોને ચોમાસામાં વરસાદમાં, શિયાળામાં ઠંડીમાં તેમજ ઉનાળામાં તડકાનો સામનો કરવો પડે છે. લખતરમાં એસ.ટી.બસ ડ્રાઈવરોની મનસુફી પ્રમાણે રોડ ઉપર બસસ્ટેન્ડ પહેલાં કે બસસ્ટેન્ડથી આગળ ઉભી રાખતા હોવાથી મુસાફરોમાં દોડા-દોડી થતી જોવા મળે છે. અંગે લખતર શહેરનાં વેપારીઓ દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર પણ અપાયું હતું. આમ છતાં હજુ આજદિન સુધી એસ.ટી. બસો બસસ્ટેન્ડમાં જતી હોઈ મુસાફરોમાં રોષની લાગણી જોવા મળે છે. અંગે અશોકભાઈએ જણાવ્યું કે એસ.ટી.શરૂ કરવા માટે તેનાં રિનોવેશન પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કેમ ક્યાં કારણોસર એસ.ટી.સ્ટેન્ડ શરૂ નથી થતું તે તો રામ જાણે!

અંગે ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમની રાજકોટ વિભાગીય કચેરીનાં વિભાગીય નિયામક જેઠવાનો સંપર્ક સાધતાં તેઓએ લખતર એસ.ટી.સ્ટેન્ડ નવું બનાવવા માટેનું ટેન્ડર બહાર પડી ગયાનું જણાવ્યું હતું. અને વધુમાં ટૂંક સમયમાં લખતરખાતે કંટ્રોલરની નિમણુંક કરી એસ.ટી.બસો સ્ટેન્ડમાં આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

લખતર બસસ્ટેન્ડ પાછળ રીનોવેશના રૂપિયા ખર્ચા હોવા છતાં ST સ્ટેન્ડમાં બસ જતી નથી.બસ ડ્રાઇવર મરજી બસ સ્ટેન્ડની બહાર ઉભી રાખે છે. પ્રજાએ વારંવાર રજૂઆત કરી છતા પરિણામ કઇ આવ્યું નથી. તસવીર-સતીષઆચાર્ય

બેદરકારી | બસમાં બેસવા માટે રોડ ઉપર દોડાદોડી કરતા મુસાફરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો