તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોલી પાસેનો જર્જરિત પુલ ચાલકો માટે બન્યો આફતરૂપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલાવાડઅને ગોહિલવાડને જોડતો એક માત્ર રસ્તો સાયલા તાલુકાથી પસાર થાય છે. ત્યારે નોલી ગામ પાસે આવેલા જર્જરીત પુલ વાહનો માટે આફતરૂપ બની રહયો છે. ત્યારે ચોમાસાના આગામી દિવસોમાં વાહન ચાલકો અને એસ.ટી.બસ અને ખાનગી વાહનો માટે જોખમરૂપ બનેલો પુલના સમારકામ માટે નોલી સરપંચે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગરથી ભાવનગર, બોટાદ, વિછીંયા તેમજ પાળીયાદ જવા માટે સાયલા તાલુકાના સુદામડા, નોલી તરફનો એક માત્ર રસ્તો છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી નોલી ગામ પાસે શીતળા માતાજી મંદીર સામે આવેલા પુલ વાહનો માટે આફતરૃપ બની રહયો છે. ભાવનગર, ગઢડા, પાળીયાદે જતા દર્શનાર્થીઓ અને પથ્થરની ખાણના કારણે ડમ્પરોથી ધમધમતા ભાવનગર તરફનો રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ટ્રાફીક જોવા મળી રહે છે. ઉપરાંત લોખંડના પાઇપ લાઇન લઇ માલ વહન કરતા ભારે વાહનનોની અવરજવર વિસ્તારોમાં વધુ જોવા મળે છે. નોલી ગામ પાસે છેલ્લા કેટલાંક સમયથી જર્જરીત બનેલા પુલ ચોમાસાના આગામી દિવસોમાં વાહન ચાલકો માટે જીવના જોખમરૂપ બનેલો જોવા મળે છે. બાબતે નોલી સરપંચ સોલઁકી મનુભાઇ યુ. માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે. જેમાં જર્જરીત બનેલા પુલમાં કોઇ મોટી દુર્ઘટના સજાય તે પહેલા નોલી પાસેના જર્જરીત બનેલા પુલને તાકીદે નવિનીકરણ કરવા રજૂઆત કરી છે.

પુલ ઉપર ભારે વાહનોની સતત અવરજવર

સમારકામ માટે નોલીના સરપંચે કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો