તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનનો શસ્ત્ર સોદાગર સડલામાંથી ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર ઘૂસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનનો શખ્સ સડલામાં હથિયારની ડિલવરી આપે તે પહેલા એલસીબી ટીમે 10 તમંચા, પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો હતો. હથિયારના સોદાગરોમાં અનેક લોકોના નામ ખૂલવા સાથે વધુ હથિયાર વેચવાનો ભાંડો ફૂટવાની શકયતાઓ સેવાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી ગુનાઓમાં હથિયારોનો છૂટથી ઉપયોગ થતો હોવાની ચોંકાવનારી વિગતો જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીને ધ્યાને આવી હતી. આથી આવા હથિયારો કયાંથી અને કોણ ઘૂસાડે છે તેનું પગેરૂ મેળવવા માટે તેમણે સૂચના આપી હતી. જેના આધારે એલસીબી પીઆઇ બી.બી.ભગોરાના માર્ગદર્શનથી એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કરતા દિગુભા ઝાલા, રવિભાઇ ભરવાડ, ભરતસિંહ મસાણીને મળેલી બાતમીને આધારે સ્ટાફના હિતેન્દ્રસિંહ ચૂડાસમા, ડાયાલાલ, ભગીરથસિંહ સહિતની ટીમે સડલામાં પડાવ નાંખ્યો હતો. દરમિયાન રાજસ્થાન પાસીંગના બાઇક સાથે પસાર થતા મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રાજપુર ગામે રહેતા દિનેશ ભગવાનસિંહ ત્યાગીને અટકાવી તલાશી લીધી હતી. તેની પાસેથી પીસ્તોલ, ચાર તમંચા અને 7 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શખ્સ એમ.પી.ના પંકજ શર્મા નામના શખ્સ પાસેથી 8 થી 10 હજારમાં હથિયારની ખરીદી કરતો હતો. અને તે હથિયાર જિલ્લામાં 30 થી 40 હજારની કિંમતમાં વેચી એક હથિયારના સોદામાં રૂપિયા 25 થી 30 હજાર કમાતો હતો. જયારે તેણે જિલ્લામાં વધુ 9 હથિયાર વેચ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

જિલ્લામાં હથિયાર ઘૂસાડવાના કારસ્તાનનો પર્દાફાશ : 6 પિસ્તોલ, 4 તમંચા, 7 જીવતા કારતૂસ પોલીસે કબજે કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમ ગ્રામ્ય વિસ્તારોમાં પિસ્તોલ જેવા હથિયાર ઘૂસાડવાના કારસ્તાનનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને એક શખ્સને રૂપિયા 3.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તસવીર-ભાસ્કર

મધ્યપ્રદેશમાંથી હથિયાર ખરીદતો ને ઝાલાવાડમાં વેપલો કરતો : સુરેન્દ્રનગરમાં 9 બીજા હથિયાર વેચ્યા હોવાની કબુલાત

પોલીસના સાણસામાં સપડાયેલો આરોપી દિનેશ ભગવાનસિંહ ત્યાગી ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહી ડમ્પર ચલાવતો હતો. તેના વતનની બાજુમાં એમ.પી.ની બોર્ડર આવેલી છે. ત્યાંના બૂટલેગર પંકજ શર્માના સંપર્કમાં આવ્યા બાદ ડમ્પર ચાલક હથિયારનો સોદાગર બની ગયો હતો. કૃષ્ણનગરમાં પણ હથિયારનું પગેરૂ નીકળવાની શકયતા છે.

ઘીનીબરણીમાં છૂપાવી હથિયાર વેચતો

સુરેન્દ્રનગરજિલ્લામાં બિન્દાસ્ત રીતે હથિયાર સાથે હરવા ફરવા માટે આરોપી ઘી ભરેલી બરણીમાં હથિયાર મૂકી દેતો હતો. ઘીની થીજી જાય એટલે બરણીના તળીયે પડેલુ હથિયાર કોઇને નજરે ચડતુ હતુ. આમ તે ઘીની આડમાં હથિયાર છૂપાવી ફરતો હતો.

ડમ્પર ચાલક હથિયારનો સોદાગર બની ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો