તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બહેનનાં એકના એક વીરાએ ફાંસો લઈને આત્મહત્યા કરતા ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડાછત્રીચોક પાસે આવેલ રાજપૂત શેરીમાં સવારે યુવાને સામાન્ય માંદગીને લઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવાને લાકડાની આડ સાથે રાંઢવુ બાંધીને ગળે ફાંસો ખાતા શોક સાથે ચકચાર ફેલાઇ છે.

ચૂડા બ્રાહ્મણીયા ચોરા પાસેની મહેતા શેરીમાં રહેતો યુવાન જયપાલસિંહ રણજીતસિંહ પરમાર સવારે સરકારી દવાખાને સુરેન્દ્રનગર ચાલતી દવાઓ દેખાડવા ગયો હતો. આથી ડોકટરે દવાખાનામાં નવો રિપોર્ટ કઢાવવુ કહેતા રિપોર્ટ કઢાવી અંદાજે તેના મોટાબાપુ અજુભાને ઘરે ગયો હતો. ઘરે કોઇ હતુ નહી ત્યારે એકાએક શુ થયુ કે લાકડાની આડ સાથએ રાંઢવુ બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. અંગે ચૂડા પોલીસ જાણ કરવામાં આવતા સ્થળ ઉપર આવી લાશને નીચે ઉતારી લાશને ચૂડા સરકારી દવાખાને પી.એમ. માટે મોકલી આપવામાં આવી હતી. પરિવારમાં માતા-પિતા તથા બે બહેનો વચ્ચેનો એકનો એક ભાઇએ આત્મહત્યા કરી લેતા કુટુંબમાં આક્રંદ છવાઇ ગયો હતો.

ચૂડા રાજપૂત શેરીની ઘટના : માંદગીને લઇને ભરેલું પગલું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો