• Gujarati News
  • સુરેન્દ્રનગર નગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી

સુરેન્દ્રનગર નગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરનગરપાલિકાના દિવાળી પર્વની ઉજવણીની રાહમાં હતા. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે મોંઘવારી ભથ્થુ, એરીયર્સ, ફેસ્ટીવલ એડવાન્સ અને બોનસની રકમની ચૂકવણી કરાઇ છે. જેના લીધે સુરેન્દ્રનગર પાલિકાના કર્મચારીઓ અને હજારો પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ, એરીયર્સ, ફેસ્ટીવલ એડવાન્સ અને બોનસની રકમની ચૂકવણી કરાઇ છે. જેના લીધે પાલિકાના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.પાલિકાના કાયમી સફાઇ કામદારોને જૂનથી ઓગસ્ટ સુધીનું 7 ટકા લેખે એરીયર્સ, મોંઘવારીમાં વધારો ચૂકવાયો છે. જયારે રોજમદાર કામદારોને ફેસ્ટીવલ એડવાન્સ તથા નિવૃત થયેલા કામદારોને બે વર્ષનું બાકી બોનસ, કાયમી અને રોજમદાર કર્મચારીઓને બે વર્ષનું બોનસ ચૂકવાયુ છે. જયારે કોન્ટ્રાકટર હેઠળ કામ કરતા સફાઇ કામદારોને સપ્ટેમ્બર માસનો પગાર અગાઉથી તથા રૂપિયા 1 હજારનો વધુ ઉપાડ અપાયો છે. જેના લીધે પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ અને રોજમદાર, કાયમી તથા કોન્ટ્રાકટર હેઠળના સફાઇ કામદારોને દિવાળી પૂર્વે રૂપિયા 3500થી રૂપિયા 5 હજાર સુધીની રકમ મળતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વીપીનભાઇ ટોળીયા, ઉપપ્રમુખ જામાભાઇ ગરીયા, ચીફ ઓફિસર કેતનભાઇ વાનાણી, કારોબારી ચેરમેન પ્રદીપભાઇ ઠાકર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.