• Gujarati News
  • સોસાયટીઓ તો બની ગઇ, પણ પાલિકાએ હજી સુવિધા આપી

સોસાયટીઓ તો બની ગઇ, પણ પાલિકાએ હજી સુવિધા આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણનાંમૂળચંદ રોડ પર અનેક સોસાયટીઓ આવેલી છે. ઉત્સવ પાર્ક 1 અને 2 તેમજ બજરંગ સોસાયટીના એક હજાર રહીશો અનેક પ્રાથમિક સુવિધાથી વંચીત છે. સોસાયટીનાં રહીશોએ પ્રાથમિક સુવિધા પૂરી પાડવા વઢવાણ નગરપાલિકા અને ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.જેમાં એક હજાર પરિવારજનો માટે પાણી, વીજળી અને રસ્તાની સુવિધાની માંગ કરાઇ છે.

વઢવાણના મૂળચંદ રોડ પર અનેક સોસાયટી પ્રાથમિક સુવિધા ઝંખી રહી છે. ત્યારે ઉત્સવ પાર્ક 1, 2 તેમજ બજરંગ સોસાયટીમાં વઢવાણ નગરપાલિકા દ્વારા પાણીની લાઇન નંખાઇ છે. હજુ સુધી પાણી તથા નળ કનેકશન મળતા રહીશોને પોતાના ખર્ચે વેચાતા ટેન્કર મંગાવવા પડે છે. જે રહીશોને આર્થિક રીતે પરવડે તેમ નથી. સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ હોવાથી રાત્રે અંધકારમય વાતાવરણ બની જાય છે. અને ખેતરોમાંથી ઝેરી જીવજંતુ અવારનવાર નીકળે છે. જેથી રહીશોમાં ભય જેવો માહોલ સર્જાય છે. સોસાયટીઓમાં પાકા રસ્તા પણ બનાવવામાં આવતા નથી. તમામ પ્રાથમિક સુવિધાઓ મળતા અંદાજે 1 હજાર જેટલા પરિવારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિસ્તારનાં રહીશો દ્વારા વઢવાણ નગરપાલિકાને તાત્કાલીક અંગે નિર્ણય લઇ પાયાની સુવિધા આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆતમાં જણાવાયા મુજબ મૂળચંદ રોડ પર અમારી સોસાયટીમાં પાણીની લાઇન નાંખી છે. અમારે પાણી માટે રઝળપાટ કરી પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. ઉપરાંત રસ્તા, વીજળી, ગટર જેવી સુવિધાઓ હોવાથી 1 હજારથી વધુ પરિવારોને આર્થિક, માનસિક અને શારીરીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.