• Gujarati News
  • કરોડોના ભૂગર્ભ ગટરનું કામ મંજૂર પણ રામનગરમાં ચાલુ નથી થયું

કરોડોના ભૂગર્ભ ગટરનું કામ મંજૂર પણ રામનગરમાં ચાલુ નથી થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરી વિસ્તારમાં ઘર વપરાશનાં તથા વરસાદી પાણીનાં નિકાલની ખૂબ મોટી સમસ્યા હતી. સમસ્યાનાં હલ માટે નગરપાલિકા દ્વારા કરોડોનાં ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ મંજૂર કરાયું છે. અને ઘણા વિસ્તારમાં ગટરનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી રામનગર વિસ્તારમાં ગટરનું કામ શરૂ થતા સ્થાનિક રહીશોમાં અસંતોષની લાગણી ફેલાઇ છે. આથી રામનગરમાં રહેતી મહિલાઓનું ટોળુ સુરેન્દ્રનગર નગરપાલિકામાં દોડી આવ્યું હતું. જ્યા મહિલાઓએ પ્રમુખ વિપીનભાઈ ટોલીયા અને એન્જિનિયર ક્યવંતસિંહ હેરમાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રામનગર વિસ્તારમાં પાણીનાં નિકાલની વર્ષો જૂની સમસ્યા છે. પ્રશ્ન હલ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે. છતાં પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. પાણીનો નિકાલ થતો હોવાથી આડોશ પાડોશમાં છાસવારે ઝગડા થાય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાનાં સમયમાં ખૂબ મુશ્કેલી પડે છે. એકપણ બાજુ પાણીનો નિકાલ હોય વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે.

પ્રશ્ને સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયાએ રજૂઆતકર્તાઓને જણાવ્યું હતું કે,ભૂગર્ભ ગટરનું કામ જી.યુ.ડી.સી. કરે છે. બાકીનાં વિસ્તારમાં ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. રામનગરમાં પણ ટૂંક સમયમાં કામ ચાલુ થઇ જશે.