• Gujarati News
  • થાનગઢમાં સરપ્રાઇઝ વીજચેકિંગ 8.16 લાખની વીજચોરી ઝડપાઇ

થાનગઢમાં સરપ્રાઇઝ વીજચેકિંગ 8.16 લાખની વીજચોરી ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાનઅને ગ્રામ્ય પંથકમાં વીજચોરીનું પ્રમાણ ખૂબ વધતુ જોવા મળે છે. ત્યારે વીજચોરીનાં દૂષણને ડામવા ભાવનગરની ટીમે થાન અને ગામડાઓમાં ચેકિંગ કર્યુ હતું. જેમાં રૂ. 8.16 લાખની વીજચોરી પકડી પાડતા વીજચોર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

થાનનાં વિવિધ વિસ્તારોમાં વીજ કનેકશન ચેક કરતા ગોટાળો જણાતા વીજચોરી કરતા લોકોને દંડ ફટકારાયો હતો. ભાવનગર ઝોનલમાંથી આવેલી 30 જેટલી વીજટીમોએ મોરથરા, મનડાસર, સારસાણા, સોનગઢ, કાનપર, તરણેતર, ખાખરાવાળી, રાવરાણી, ગુગલીયાણા સહિત 15 ગામડામાં દરોડા પાડયા હતાં. વીજટીમોએ કુલ 300 જેટલા કનેકશનો ચેક કરીને 128 કનેકશનોમાં ગેરરીતિ માલુત પડતા તેવા કનેકશનોમાં દંડ ફટકાર્યો હતો. જેમાં 60 કનેકશન લંગરીયા હતા. જ્યારે 68 કનેકશનમાં મીટરમાં ગેરરિતી જોવા મળી હતી.