• Gujarati News
  • આકસ્મિક મોત બાદ વારસદારને રકમ ચૂકવાઇ

આકસ્મિક મોત બાદ વારસદારને રકમ ચૂકવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સાયલાાનાસુદામડા ગામે રહેતા ખેડૂત કાનાભાઇ લઘરાભાઇએ HDFCમાં લોન મૂકીને ઝાલાવાડ ટ્રેકટર્સ, સુરેન્દ્રનગરમાંથી મહીન્દ્રા ટ્રેકટર્સની ખરીદ્યું હતું. કાનાભાઇનું અવસાન થતા HDFC દ્વારા વારસદારને મરણોત્તર વળતર અપાયુ. જેમાં લોનની 2.83 લાખ માફ કરાયા. ટ્રેકટરના ડીલર ઝાલાવાડ ટ્રેકટર્સ તરફથી એક વર્ષની વધારાની વોરંટી અને એક વર્ષની ફ્રી સર્વીસ આપી મૃતક ખેડૂતના પરિવારને મદદરૂપ થઇ માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. જેમાં મૃતકના પત્ની જશુબેનને એચડીએફસી બેંકના ફરહાન સૈયદના હસ્તે ચેક અપાયો હતો. જયારે ઝાલાવાડ ટ્રેકટર્સના સુધીરભાઇ પટેલના હસ્તે વધારાની ફ્રી સર્વીસ અને વોરંટીનો પત્ર અર્પણ કરાયો હતો. પ્રસંગે મહિન્દ્રા અને મહિન્દ્રા તરફથી પરાગભાઇ વ્યાસ, ભીખુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.