તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • દર્દીની વ્હોટસએપથી મળેલી ફરિયાદે ધારાસભ્ય હોસ્પિટલે ગયા

દર્દીની વ્હોટસએપથી મળેલી ફરિયાદે ધારાસભ્ય હોસ્પિટલે ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરશહેરની ગાંધી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકનાં ડાયાલીસીસ દર્દીઓ મોટી સંખ્યાં સારવાર માટે આવે છે. ત્યારે રોગી કલ્યાણ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય વર્ષાબેન દોશીના વોટ્સ એપ પર એક દર્દીએ હોસ્પિટલનાં હિમોડાયાલીસીસ વિભાગમાં પડતી મુશ્કેલી અંગે ફરિયાદ કરી હતી. આથી રોગી કલ્યાણ સમિતિના સભ્ય મનહરસિંહ રાણા, વઢવાણ શહેર મહામંત્રી પંકજભાઈ પરમાર, સુરેન્દ્રનગર શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને મહામંત્રી સુમિતભાઈ મહેશ્વરીએ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને સ્ફાટ સાથે બેઠક કરીને તેમને જરૂરી સૂચનાઓ આપી.

જેમાં વિભાગમાં બંધ પડેલ જૂના AC ના બદલે નવા AC તાત્કાલિક વસાવવા, ડાયાલીસીસ વોર્ડ માટે અલગથી નવું જનરેટર મૂકવા તથા દર્દીઓને ઉપરના માળે જવા લિફ્ટ રાખવાની દરખાસ્ત અમે કરી છે. અને લિફ્ટની સુવિધા થાય ત્યાં સુધી દર્દીને વ્હીલચેર પર તેની પથારી સુધી લઈ જવાની તેમજ સ્વચ્છતા રાખવા અંગેની તાકીદ કરવામાં આવી હતી.

અંગે વર્ષાબેન દોશીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરની ગાંધી સરકારી હોસ્પિટલમાં હિમોડાયાલીસીસ વિભાગમાં સુવિધાની ખામી અંગે મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક દર્દી તરફથી ફરિયાદ મળી હતી. આથી હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરીને પરિસ્થિતિની જાત માહિતી મેળવી 15 દિવસમાં તમામ પ્રશ્નોના હલ માટે સૂચનાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...