તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ માટે સમાજના તમામ લોકો જાગૃત થાય તે સમયની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


સુરેન્દ્રનગરજિલ્લામાં તા.8 થી ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ છે. જેમાં બીજા દિવસે રાજકીય પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે બાળકોને ધો. 1 અને 9માં પ્રવેશ આપીને શૈક્ષણિક કાર્યનો આરંભ કરાવાયો હતો.

વઢવાણના 80 ફૂટ રોડ પર આવેલા મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે કથાકાર મહેન્દ્ર મહારાજે મંત્રોચ્ચાર કરી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રસંગે આચાર્યા યાસ્મીનબેન સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મૂળીના લીમલી ગામની કુમાર અને કન્યા શાળામાં પ્રવેશોત્સવમાં મૂળી મામલતદાર મોબતસિંહ પરમાર, શાળાના આચાર્ય રાજભા જાડેજા, સરપંચ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે સંસદીય સચીવ પૂનમભાઇ મકવાણા સહિતનાઓના હસ્તે લખતરના ધણાદ ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલે વઢવાણ લટુડા ગામે બાળકોને શૈક્ષણીક કીટ અને રમકડાની ભેટ આપી પ્રવેશ કરાવ્યો હતો. ચોટીલા તાલુકાના ચીરોડા ગામે સંસદીય સચીવ શામજીભાઇ ચૌહાણ સહિતના હસ્તે બાળકોને પ્રવેશ અપાવી ધો. 3 થી 8માં પ્રથમ આવેલા બાળકોનું સન્માન કરાયુ.

લખતરના ભાથરિયા ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં મૂળરાજસિંહ વાઘેલા, ભરતભાઈ ખેર, ભાથરિયાનાં સરપંચ ચાવડાભાઈ વિગેરેની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

સાયલાની પ્રાથમિક શાળા 2 અને 5માં સ્વર્ણીમ 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા, સી.કે.વ્યાસ, નેમરાજસિંહ વાઘેલા, રઘુભાઇ પટેલ, હર્ષદભાઇ શુકલ સહીતનાઓના હસ્તે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...