લૂંટ-હત્યાના આરોપીઓને વધુ 3 દિવસના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ સાથે પોલીસે 6 વધુ ગામો ખૂંદી નાંખ્યા

લીંબડીનેશનલ હાઇવે પર બલદાણા પાસે લૂંટ સાથે હત્યાના ગુનામાં અારોપીઓને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે.

સાયલાના ધીરૂભાઈ માથાસુરીયા, રાજુભાઈ માથાસુરીયા, જાનૈયાભાઈ સાળમીયા અને બાવલભાઈ ઉર્ફે બાવલો અરજણભાઈ સાળમીયા, તેમજ ધ્રાંગધ્રાના કંકાવટી ગામના બચુભાઈ જીવણભાઈ સાળમીયાને હત્યા તેમજ લૂંટના ગુનામાં પોલીસે દબોચી લીધા હતાં. જેના આધારે પી.એસ.આઈ. વી.સી.વાઘેલા, સહદેવસિંહ પરમાર,જગદીશભાઈ સિંધવ, ચમનલાલ પટેલ, મહેન્દ્રસિંહ ગોહિલ, વિજયસિંહ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે શખ્સોને કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડ બાદ વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શખ્સો પાસેથી લૂંટમાં ઉપયોગ કરેલ ક્વાલીસ ગાડી, ભેંસ-પાડો સહિત 9 નંગ પશુઓ, લૂંટી લેવાયેલ આઇશર ટ્રક,ચાંદીની લક્કી, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

હત્યા સાથે લૂંટના ચકચારી બનાવમાં જે જે શખ્સોએ ગુનામાં ભૂમિકા ભજવી છે તેનો તાગ મેળવવા પોલીસે દોડધામ કરી હતી. જેમાં ઝડપાયેલા શખ્સોને કઠેચી, સાકર, ગોરજ, સાણંદ,સાયલા, ચોટીલા સહિતના સ્થળોએ લઇ જઇને ગુનાના મુળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.

આરોપીઓ પાસેથી ગાડી, આઇશર, લક્કી સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો

અન્ય સમાચારો પણ છે...