તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં પાણીના કુંડા-પક્ષીઘરનું વિતરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલાવાડમાંઉનાળાનો પ્રારંભ થતા પશુપક્ષીઓને પાણી માટે પરેશાની વધી છે. ત્યારે વઢવાણ શહેરમાં છેલ્લા 10 વર્ષથી પક્ષીઓ માટે 10 હજાર પાણીના કુંડા અને પક્ષીઘરોનું વિતરણ થઇ રહ્યું છે. વર્ષે પણ વેપારી મંડળ દ્વારા શરાફબજાર ખાતે નિશૂલ્ક વિતરણનો પ્રારંભ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યની સૌથીવધુ ગરમી અમુક વર્ષોથી પડી રહી છે. જેના કારણે પશુ પક્ષીઓ પાણી વગર આકુળવ્યાકુળ થઇ જાય છે. આથી વઢવાણમાં અનેક દાયકાથી પક્ષીઓન પાણીના કુંડાઓનું વિતરણનું અભિયાન શરૂ કરાયું છે. જેમાં 10 હજારથી વધુ પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ થયુ છે. વઢવાણ શરાફી બજાર વેપારી મંડળના નિતિનભાઇ ગાંધી, વિરલભાઇ સોની, બકાલાલ કાપડીયાના માર્ગદર્શન હેઠળ વર્ષે પાણીના કુંડા અને પક્ષીઘર આપવા આવી રહ્યા છે. આથી વઢવાણ મોતીચોક અને મસ્જીદ ચોક વચ્ચે બજાર કુડા અને ચકલીઘર માટે જીવદયા પ્રેમીઓ ઉમટી રહ્યા છે. વર્ષે પાણીના કુંડા સાફ કરવા માટે પણ આપવામાં આવી રહ્યા છે. અંગે પરેશભાઇ પરીખે જણાવ્યું કે સુરેન્દ્રનગર, વઢવાણમાં ભૂગર્ભ ગટર બનતા પશુપક્ષીઓને પાણી મળી શકતું નથી. ત્યારે વઢવાણના વેપારીઓએ જીવદયાનું કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષથી વિનામૂલ્યે કુંડા અને પક્ષીઘરનું વિતરણ થતા ઘર, વગડા અને ખેતરમાં પશુ પક્ષી ઓને પાણી મળી રહે છે.

વઢવાણ મુખ્ય બજારમાં વેપારીઓ કુડા અને પક્ષીઘરનું વિના મૂલ્યે વિતરણ શરૂ કર્યુ છે. તસવીર- અશ્વાર જેઠુભા

સુરેન્દ્રનગર, વઢવાણમાં ભૂગર્ભ ગટર બનતા પશુપક્ષીને પાણી મળી શકતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો