તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ્યોત્સવની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશનાંચાર રાજયોમાં ભાજપે સત્તાગ્રહણ કરતા ઝાલાવાડમાં વિજ્યોત્સવની ઉજવણી થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, થાન અને લીંબડીમાં બાઇક રેલી અને મિઠાઈ વિતરણ કરાયુ છે. વિજયોત્સવની ઉજવણીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વઢવાણ : વઢવાણ તાલુકામાં જિલ્લાપંચાયત અને તાલુકા પંચાયતની સીટદીઠ વિજયોત્સવની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજભાઈ પરમાર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પી.કે.સિંધવ, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ અમૃતભાઇ ડાભી, નટુભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે રામપરાખાતે ભાજપના આગેવાનોએ મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી

થાન : થાનમાં ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોમાં ચૂટણીમાં મળેલ ભવ્ય વિજયનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. પ્રસંગે જીતુભાઇ પૂજારા, વિજયભાઇ પ્રજાપતિ, વર્ષાબેન નારણીયા અને ભાજપના કાર્યકરોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે તમામ ભાજપના કાર્યકર્તાઓનું મીઠાઇ ખવડાવી મોંમીઠુ કરાવાયું હતું.

લીંબડી: લીંબડીમાં ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પ્રકાશભાઈ સોની, જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ દલવાડી, જયેશભાઈ ચાવડા, રાજુભાઈ સભાડ વગેરે વિજયયાત્રા બાઇક રેલી કાઢી હતી. વિજય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરતા શહેર ભાજપ ના આગેવાનો જોડાયા હતા.

વઢવાણ તાલુકાના ગામોમાં કાર્યકરોએ મીઠાઇ વિતરણ કર્યુ હતું. થાન પંથકમાં વિજયોત્સવની ઉજવણી થઇ હતી. લીંબડીમાં ભાજપની વિજય યાત્રા યોજાઇ હતી. તસવીર-અશ્વારજેઠુભા, ભરત દવે

વઢવાણ, લીંબડી અને થાનમાં બાઇક રેલી અને મિઠાઈનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો