તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોળી સમાજના ઉદ્ધાર માટે સત્તા પર કબજો જરૂરી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંવિધાનસભાની ચૂંટણીનો બૂંગીયો વાગ્યા પહેલા નેતાઓ શસ્ત્ર સરંજામ સજ્જ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં નિર્ણાયક મતદાન ધરાવતા કોળી સમાજના આગેવાનોની સુરેન્દ્રનગર ખાતે ચિંતન શિબિર મળી હતી. જેમાં ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે પક્ષને કોળી સમાજ યાદ આવે છે. ચૂંટણી સમયે ગલે લગજા, જાય એટલે હમ આપકે હૈ કોન આવા સમયે સમાજના ઉધ્ધાર માટે સત્તા પર કબજો હોવો જરૂરી હોવાનું કહી સમગ્ર કોળી સમાજને એક બનાવવા માટે આગેવાનોએ હાકલ કરી હતી. આટલુ નહી પરંતુ સમાજની એકતા બતાવવા માટે આગામી દિવસોમાં વિરાટ સંમેલન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

વઢવાણ મેડિકલ હોલ ખાતે ચોટીલાના ધારાસભ્ય અને સંસદીય સચીવ શામજીભાઇ ચૌહાણની આગેવાનીમાં સમસ્ત કોળી સમાજ સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શીબિર યોજાઇ હતી. જેમાં ખાસ કરી કાળુભાઇ ડાભી, શામજીભાઇ ચૌહાણ, શંકરભાઇ વેગડ, દેવજીભાઇ ફતેપરા, રાજેશભાઇ ચૂડાસમા, ભૂપતભાઇ ડાભી, ભારતીબેન શિયાળ સહિત સમગ્ર ગુજરાતમાંથી સમાજના રાજકીય તથા સામાજીક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિરમાં સમાજ સંગઠ્ઠનની સાથે ખાસ કરીને રાજકીય સત્તાનો મુદ્દો વિષેશ ગાજયો હતો. કારણ કે, રાજયમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની હોવા છતાં સમાજને જે અન્યાય થાય છે તે માટે સૌ કોઇએ જાગવાની જરૂર હોવાનું જણાવ્યુ હતુ. આટલુ નહી પરંતુ હવે રાજા મતપેટીમાંથી પેદા થઇ રહ્યા છે. માટે ચૂંટણીના સમયે તમામ વેરભાવ, પક્ષા-પક્ષી ભૂલીને માત્ર પોતાના સમાજના ને જીતાડવા આગેવાનોએ જણાવ્યુ હતુ. કોળી સમાજ જુદી જુદી રીતે વહેંચાયેલો છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સમાજ એક બની શિક્ષણ, સંગઠ્ઠન અને કુરિવાજોને તિલાંજલી આપી આગવી તાકાત બતાવે. આગેવાનોએ ખાસ કરીને રાજકીય નેતાઓને મીઠી ટકોર કરી હતી કે સમાજના નેતાઓ સૌ પ્રથમ પોત પોતાના ટાંટીયા ખેંચવાનું બંધ કરે તે જરૂરી છે. આટલો મોટો સમાજ હોવા છતાં માંગવુ પડે તે દુ:ખની વાત છે. આપણને કોઇ જ્ઞાતિનો વિરોધ નથી. પરંતુ આપણો અધીકાર બીજા લઇ જાય છે. તેની સામે જાગૃત બનવાનું છે. અને માટે આગામી દિવસોમાં સમાજના લોકોનું ઐતિહાસિક સંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. જેમાં દરેક વ્યકિત હાજર રહીને સમાજની તાકાતમાં પોતાનું યોગદાન આપે તેવુ આહવાન કર્યુ હતુ. કાર્યક્રમમાં આભાર વિધી પ્રદીપભાઇ વસ્તાણીએ કરી હતી. જયારે કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર માંધાતા ગ્રૂપના યુવાનોએ મહેનત કરી હતી.

સુરેન્દ્રનગરમાં કોળી સમાજની ચિંતન શિબિરમાં ાજકીય નેતાઓને ટાંટીયા ખેંચવાના બદલે એક થવા આહવાન કરાયુ હતુ. તસવીર-વિપુલ જોશી

આગામી દિવસોમાં રાજ્યના કોળી સમાજનું વિરાટ સંમેલન યોજવાની મંચ પરથી જાહેરાત કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં કોળી સમાજની મળેલી ચિંતન શિબિરમાં ટાંટિયાખેંચ પ્રવૃત્તિ છોડી એક થવા માટે હાકલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો