જમીન પરત ડખામાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી પર થયો હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના બાકરથળીમાં રહેતા વ્યકિતને વણાના વ્યકિતની જમીન પરત લેવા બાબતે 7 શખ્સોએ ધારીયા અને લોખંડના પાઇપ વડે હૂમલો કર્યો હતો. બનાવમાં બન્ને પગે ઇજા પહોંચતા તેઓને સારવાર માટે દાખલ કરાયા હતા.

લખતરના વણા ગામના બહાદુરસિંહ હાલુભાના વારસદાર મહાવીરસિંહનીની જમીન બાકરથળી ગામે આવેલી છે. ત્યારે જમીન પર હાલ બાકરથળી ગામના અજીતસિંહ નટુભા ઝાલા, અનિરૂધ્ધસિંહ નટુભા ઝાલા, સજુભા હેમુભા ઝાલા, રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, હરપાલસિંહ ભવાનસિંહ ઝાલા, જગદીશસિંહ ભવાનસિંહ ઝાલાન કબજો હતો. આથી જમીન પરત લેવા માટે બાકરથળી ગામે રહેતા અને પ્રદેશ કોંગ્રેસમાં ફરિયાદ સેલના મંત્રીનો હોદ્દો ધરાવતા રણજીતસિંહ કનુભા ઝાલા વચ્ચે પડયા હતા. બાબતનું મનદુ:ખ રાખીને સાતેય શખ્સોએ એક સંપ કરી રણજીતસિંહના ખેતરે જઇ તેમના પર ધારીયા અને લોખંડના પાઇપ વડે હૂમલો કર્યો હતો. હૂમલામાં રણજીતસિંહ કનુભા ઝાલાના બન્ને પગ ભાંગી જતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાને લઇ જવાયા હતા.

સાત શખ્સનો હથિયાર વડે ઘા માર્યા

અન્ય સમાચારો પણ છે...