તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો-વોલ્ટેજના કારણે થાનગઢનું સિરામીક ઉદ્યોગ થયું પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢઉધોગનગરીમાં સીરેમીક ઉત્પાદન કરતા 200થી 250 એકમો કાર્યરત છે. સીરેમીક એકમો સતત પ્રક્રિયા સીલ હોવાથી પુરેપુર વોલ્ટેજથી ઇલેક્ટ્રીકની જરૂરીયાત રહે છે. પરંતુ લો વોલ્ટેજથી પરેશાની ઉધોગકારોને મોટી નુકશાની ભોગવવી પડે છે. આથી ઉધોગકારોની માંગ ઉઠી છે કે સીરેમીક વિસ્તારમાં નવુ સબસ્ટેશન બનાવી પૂરતો વોલ્ટેજ મળી રહે તેવી માંગ કરી છે.

થાનગઢ ઉધોગનગરીમાં સીરેમીકનું ઉત્પાદન કરતા 200 થી 250 એકમો કાર્યરત છે. અને તેમાં ઇલેક્ટ્રીક પાવરની સતત જરૂરીયાત રહે છે. પરંતુ સીરેમીક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લો વોલ્ટેજની ફરિયાદ ઉઠી છે. અને તેના કારણે ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકશાની સાથે ઉત્પાદનમાં પણ મોટી નુકશાની ભોગવવી પડે છે. અંગે પાંચાળ સીરેમીક એસોસિએશન વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કિર્તીભાઇ મારૂ, સુરેશભાઇ સોમપુરા દ્વારા એક્ઝીક્યુટીવ ઇજનેર સુરેન્દ્રનગરને લેખિત તથા મૌખીકમાં પણ થાન વિસ્તારમાં લો વોલ્ટેજની ફરિયાદ કરી છે. આથી પુરેપુરા વોલ્ટેજ કરવામાંઆવે અથવા સીરેમીક વિસ્તારમાં નવુ સબસ્ટેશન ઉભુ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અંગે સુરેન્દ્રનગર એક્ઝીક્યુટીવ ઇજનેર એ.એચ.તલસાણીયાએ જણાવ્યુ કે હાલના સંજોગોમાં ખેતી માટે લોડ વધતા પાવર દબાય છે. જેનું કંટ્રોલ સબ સ્ટેશનથી થાય છે. ટેપ વધારીને વોલ્ટેજ વધારીએ છે.

ધંધોમાં ખોટ|નવું સબસ્ટેશન બનાવવા ઉઠી માગ

અન્ય સમાચારો પણ છે...