દૂધપાકની પ્રસાદી લીધા બાદ 40 લોકોને ફૂડ પોઇઝન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીતાલુકાના ખેરવાના પટેલ પરિવારે ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે હનુમાનજી મંદિરના પ્રસંગ બાદ દૂધપાકનો પ્રસાદ લીધો હતો. જેમાં 40થી વધુ લોકોને ફૂડ પોઇઝનીંગ થયા બાદ ઝાડા ઉલ્ટી થતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતા ડોક્ટરોની ટીમે ખેરવા ગામે ધામા નાખી તપાસ હાથ ધરી હતી. જેમાં બે મહિલાઓની હાલત ગંભીર જણાતા એમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

પાટડી તાલુકાના ખેરવા ગામે પટેલ મોટકા પરિવારના કૂળદેવી ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ નજીક માનપુર હનુમાનજી મંદિરે પુનમે હવન અને પૂજાનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ દૂધપાકનો પ્રસાદ લીધા બાદ પ્રસંગમાં હાજરી આપવા માટે આવેલા કુલ 300 લોકોમાંથી 40થી વધુ લોકોને ફૂડ પોઇઝનીંગ થયુ હતુ. જેમાં ઝાડા ઉલ્ટીના કારણે ખેરવા ગામમાં અફડા તફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ.એમ.દેવ, તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર વી.કે.વાઘેલા સહિતના ડોક્ટરો અને આરોગ્ય વિભાગના 20 થી વધુ લોકોના સ્ટાફે ખેરવા ગામે ધામા નાંખ્યા હતા. આથી ફૂડ પોઇઝનીંગનો ભોગ બનેલા 40થી વધુ દર્દીઓની યુધ્ધના ધોરણે સારવાર હાથ ધરી હતી. ઘટનાથી ખેરવા ગામના કમળાબેન બાબુભાઇ પટેલ અને નિશાબેન બિપીનભાઇ પટેલની હાલત નાજુક જણાતા બંન્ને મહિલાઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.સ્થાનિક તબીબની ટીમ દ્વારા તમામ દર્દીની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે,જેનો રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપાશે.

^ માનપુર ગામે હનુમાન મંદિરમાં હવનનો કાર્યક્રમ પૂરો થયા બાદ બે તાવડામાં દુધપાક બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તાવડામાંથી જેણે દૂધપાકનો પ્રસાદ લીધો હતો તેમને કોઇ અસર થઇ હતી. પરંતુ બીજા તાવડામાંથી જેણે દૂધપાકનો પ્રસાદ લીધો હતો તેમને ફૂડ પોઇઝનીંગ બાદ ઝાડા ઉલ્ટી થઇ હતી.> ફૂલજીભાઇપટેલ, પ્રસંગમાંહાજર પરિવારજન

દૂધપાક બનાવ્યા બાદ ઠંડો કરાયો હોવાથી આવુ બની શકે : ફૂડ અધિકારી

બેની હાલત ગંભીર|પાટડીનો પરિવાર ધ્રાંગધ્રાના માનપર ગામના હનુમાન મંદિરે હવન-પૂજા કરવા માટે ગયો હતો

પાટડી તાલુકાના ખેરવા ગામે ફૂડ પોઇઝનીંગનો બનાવ બનતા ફૂડ વિભાગના ઇન્સપેકટર એ.બી.રાઠવા સહિતનાઓ તાત્કાલીક માનપુર ધસી ગઇ હતી. જેમાં બાકી રહેલા દૂધપાકનો નમૂનો લઇને તપાસ કરવામાં આવતા દૂધપાક બનાવ્યા બાદ તેને પૂરતા પ્રમાણમાં ઠંડો કરાયો હોવાનુ તથ્ય બહાર આવ્યુ હતુ.

આરોગ્ય વિભાગના ખેરવા ગામે ધામા : તમામ તબીબની દેખરેખ હેઠળ

અન્ય સમાચારો પણ છે...