તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં તસ્કરી કરી રહેલી મહિલા સહિત ત્રણ ચોર પકડાયા

સુરેન્દ્રનગરમાં તસ્કરી કરી રહેલી મહિલા સહિત ત્રણ ચોર પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાંઆવેલા પ્રજાપતિ પાર્કમાં મધરાતે ઘરના તાળા તોડીને સફાયો કરવા માટે આવેલા તસ્કરો હાથ સાફ કરે તે પહેલા પોલીસના સાણસામાં સપડાઇ ગયા હતા. બંધ મકાનના બે તાળા તોડયા બાદ મુખ્ય દરવાજાનું તાળુ તોડતા હતા. ત્યારે લોકો જાગી જતા મહિલા અને સગીર સહિત ત્રણ શખ્સો પકડાઇ ગયા હતા. જયારે એક ભાગી ગયો હતો.

સુરેન્દ્રનગરના વતની અને હાલ અમદાવાદ મિકેનીકલ એન્જીન્યરીંગમાં અભ્યાસ કરતા રીતુલભાઇ દિનેશભાઇ પ્રજાપતિ પરીવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમનું એક મકાન સુરેન્દ્રનગરના પ્રજાપતી પાર્કમાં આવેલુ છે. મોટાભાગે મકાન બંધ રહેતુ હોવાની બાબતનો ફાયદો લઇને શુક્રવારની રાતે ચોરીના ઇરાદાથી ચાર શખ્સ આવ્યા હતા. જેમાં બે તાળા તોડી પણ નાખ્યા હતા. મુખ્ય દરવાજાનું તાળુ તોડવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે પાડોશી પરીવારમાં રાત્રીના સમયે કોઇની તબીયત ખરાબ હોવાથી જાગ્યા હતા. દરમિયાન રીતુલભાઇના ઘરના તાળા તોડતા કોઇને જોતા તેમણે દેકારો મચાવ્યો હતો. પોલીસેે ચોરી કરવા આવેલા ચોટીલાના નાવા ગામના વતની લાલા રવજીભાઇ, ધ્રોળના હંસાબેન દેવરાજભાઇ અને એક પંદર વર્ષના સગીરને પકડી લેવાયો હતો. સવજી નામનો આરોપી ભાગી ગયો હતો.

એક ચોર ફરાર: પાડોશીએ જાગી જતાં પોલીસને જાણ કરી હતી

મકાન બંધ રહેતું હોવાનો ફાયદો ઉઠાવવા ગયા પણ ફાવટ આવી

અન્ય સમાચારો પણ છે...