નાની મોરસલની સીમમાં રેતી ચોરી પર પોલીસ રેડથી નાસભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાનાની મોરસલ અને રાતકડી ગામ વચ્ચે આવેલ ભોગાવો નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે ભોગાવા નદીમાં છાપો માર્યો હતો. જેમાં ગેરકાયદેસર ખનન કરતા હીટાચી મશીન અને 9 ડમ્પરો સહિત રૂપિય90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ચોટીલા તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી ભોગાવો નદીમાં રેતીચોરી વ્યાપક પ્રમાણમાં શરુ થઇ છે. જેમાં નાની મોરસલ ગામના સરપંચ અને તલાટીએ રેતી ખનનની લેખિત જાણ સુરેન્દ્રનગર ખનીજવિભાગમાં કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર ખનીજ વિભાગ પહોંચે તે પહેલા ચોટીલા પોલીસે રેડ કરી હતી. જેમાં ચોટીલા પ્રોબેશનલ પીએસઆઇ કે.કે.કલોત્રા તથા એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન નાની મોરસલ ગામે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે. આથી સ્થળે છાપો મારતા હીટાચી મશીન અને 9 ડમ્પરો ઝડપી પડાયા હતા. પોલીસના દરોડાથી ગેરકાયદેસર ખનન કરતા ડમ્પર ચાલકોમાં નાસભાગ મચી ગયેલ હતી. પોલીસે હાલ તમામ વાહનો ચોટીલા પોલીસ મથકે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને કર્યો છે. ગેરકાયદેસર ખનન પ્રવૃતિ ઉપર છાપો મારવામાં ચોટીલા પ્રોબેશ્નલ પીએસઆઇ કે.કે.કલોત્રા તથા એલસીબીના નિકુલસિંહ, દેવાભાઇ, ફારૂકભાઇ, અરવિંદભાઇ સહિતના રેડમાં જોડાયા હતા.

ચોટીલાના નાની મોરસલની સીમમાં રેતીચોરી પર પોલીસ રેડમાં એક હીટાચી મશીન અને નવ ડમ્પરો ઝડપાયા હતા.

પોલીસે છાપો મારીને રૂ.90લાખનો મુદ્દામાલ પકડ્યો

એક હિટાચી મશીન અને નવ ડમ્પરો જપ્ત કરાયા

અન્ય સમાચારો પણ છે...