ST તંત્રના આદેશને ઘોળીને પી જતાં મુસાફરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનાજર્જરિત બસ સ્ટેશનને નવુ બનાવવા માટે તેને પાડવાના આદેશો કરાયા હતાં. પરંતુ આદેશોને મુસાફરો સહિતના લોકો ઘોળીને પી જતાં તંત્રે કડક કાર્યવાહી કરી હતી. જેમાં જોખમી વિસ્તારમાં લોકો પ્રવેશે તે માટે પતરાના શેડ દ્વારા બસ સ્ટેશન કોર્ડન કરાયુ હતું.

સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેશનના જોખમી વિસ્તારમાં બેરોકટોક આવન-જા સાથે લોકો બેસતા હતાં. જેના કારણે એસ.ટી.વિભાગે જોખમી સ્ટેશનની છત સાથેના વિસ્તારને કોર્ડન કરીને વિસ્તારમાં લોકો તેમજ મુસાફરોને અવરજવર પર પાબંધી લગાવી દીધી છે. ઉપરાંત લોકો તેમજ મુસાફરોની સલામતીને ધ્યાને લઇને જર્જરિત ડેપોના રાત્રિના સમયે પાડવાના આદેશો થયા છે. પરંતુ જોખમી બસ સ્ટેશનમાં લોકો સાથે મુસાફરો પણ પોતાના જીવના જોખમે બેસવાની સાથે તંત્રના આદેશનો અનાદર કરતા જોવા મળ્યા હતા.

બાબતની ગંભીરતા લઇને સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજર જે.આર.અગ્રાવતે કાર્યવાહી કરી હતી. જેન કારણે બસ સ્ટેશનને ધરાશાયીની કામગીરી કરતા લોકો દ્વારા વિસ્તારને પતરાના શેડ ઉભા કરીને કોર્ડન કરાયો હતો.

સુરેન્દ્રનગર બસસ્ટેશન જર્જરીત બનતા મુસાફરો જાનના જોખમે ઉભા રહેતા તંત્રે શેડ મુકી દીધા હતા. તસવીર-પ્રવિણસોલંકી

અંતે જોખમી વિસ્તારમાં લોકો પ્રવેશે તે માટે પતરાના શેડ મૂકવામાં આવ્યા

જર્જરિત સુરેન્દ્રનગર સ્ટેશનના કોર્ડન દૂર કરી જોખમી ખેડી રહ્યાં છે મુસાફરો

અન્ય સમાચારો પણ છે...