ઝાલાવાડમાં થયેલી તારાજીની નોંધણી માટે મુદત વધારવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં વરસેલાં ભારે વરસાદનાં કારણે ધરતીપુત્રોને ભારે નુકશાન થયું છે. ત્યારે નુકશાનની સહાય ચૂકવવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ તેની મુદત બહુજ ટૂંકી હોવાનાં કારણે ઘણાં લાભાર્થીઓ આનાથી વંચિત રહેવાનો ધાટ સર્જાયો છે.

ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને કારણે થયેલ ખેતીની તારાજી થઇ છે. જેમાં ખેડૂતોને નુકશાનીનું વળતર પ્રજાજનોને આપવાનાં સરકારી તંત્ર નિર્ણય કર્યો છે. પરંતુ સર્વેની કામગીરી માટે ભરવાનાં થતાં ફોર્મની મુદત બહુજ ટૂંકો ગાળો છે. ઉપરાંત ભરેલ ફોર્મ સાથે આધાર-પુરાવાઓ મોટી સંખ્યામાં આપવાના છે. પરંતુ ટૂંકાગાળાની મુદતમાં વરસાદથી થયેલ નુકશાનીનો લાભ મળવાપાત્ર ઘણાં લાભાર્થીઓને ઓછો મળે તેમ છે. જ્યારે ફોર્મ ભરવાની મુદત દરમ્યાન આવેલ રજાઓને કારણે પણ આધાર-પુરાવાઓ મેળવવામાં બાકી રહ્યા છે. ત્યારે લાભાર્થીઓનો પણ સમાવેશ કરવા અંગેની મુદતમાં વધારો કરવાની માંગણી જિલ્લાપંચાયતનાં સદસ્ય અને ખેડૂત અગ્રણી ભૂપતસિંહ રાણાએ રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લાભાર્થીઓ લાભથી વંચીત રહેવાનો સતાવતો ભય

અન્ય સમાચારો પણ છે...