હિન્દ છોડો આંદોલનના 75માં વર્ષ નિમિતે મશાલ રેલી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી

લીંબડી

હિંન્દછોડોઆંદોલનની 75મી તીથી નિમિત્તે ભાજપ દ્વારા જિલ્લાભરમાં આઝાદીના પ્રણેતાઓને શ્રધ્ધાંજલી અપાઇ હતી. જ્યારે સુરેન્દ્રનગર, પાટડી, લીંબડીમાં મશાલ રેલી આઝાદીઅમર રહોના નારાઓ મુખ્ય માર્ગો પર ફરી હતી.

સુરેન્દ્રનગર-: સુરેન્દ્રનગર શહેર ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં લોકોએ હાથમાં મસાલ લઇને વંન્દેમાતરમ અને ભારત માતાકી જય, આઝાદી અમર રહોના નારા સાથે મુખ્યમાર્ગો પર ફરી હતી. રેલીમાં વિપીનભાઇ ટોલીયા, જશુભા ગોહિલ, ચંન્દ્રશેખરભાઇ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

પાટડી-: પાટડી શહેર ભાજપ દ્વારા પાટડી ચાર રસ્તે ગાંધીજીના બાવલેથી નીકળેલુ વિશાળ મશાલ સરઘસ ગાર્ડી દરવાજાએ સભાના રૂપમાં ફેરવાયુ હતુ. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મૌલેશભાઇ પરીખ, નગરપાલિકા પ્રમુખ મંગુબેન ઠાકોર, ઉપ પ્રમુખ રઘુભાઇ સાવધરિયા, કારોબારી ચેરમેન મુકેશભાઇ દેસાઇ વગેરે જોડાયા હતા.

લીંબડી-: લીંબડી શહેર ભાજપ દ્વારા આઝાદ ચોક થી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઇ ચૌહાણ, ચતુરભાઇ પટેલ, દેવાભાઇ સોની, તથા ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, રાજુભાઈ સભાડ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને છાલીયાપરા વિસ્તારમાં આવેલા શહિદ સ્મારક આવી સામુહિક ફૂલહાર કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સુરેન્દ્રનગર, પાટડી અને લીંબડી શહિદ સ્મારકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં ઠેરઠેર મશાલ રેલી કાઢી આઝાદીના પ્રણેતાઓને શ્રદ્ધાંજલી અપાઇ

અન્ય સમાચારો પણ છે...