ચોટીલામાં તસ્કરોના ત્રાટક્યા 6 દુકાનોના તાળા તૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરો સીસીટીવીમાં કેદ : રાત્રી રોન કડક બનાવવાની વેપારીઓની માંગ

ચોટીલાઆણંદપુર રોડ ઉપર રાત્રીના પોલીસના આંટાફેરા વચ્ચે તસ્કરોએ 6 દૂકાનોના શટર તાડ્યા હતા. જેમાં પરચૂરણ રકમની ચોરી થતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.

ચોટીલા આણંદપુર રોડ ઉપર જૂના માર્કેટીંગ યાર્ડની ત્રણ દૂકાન અને નવા માર્કેટીંગ યાર્ડ પાસેની ત્રણ દૂકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં સદગુરુ પ્રોવીઝન સ્ટોર્સ, મારૂતિ પ્રોવીઝન સ્ટોર્સ, કિરાણા એસોસીએશનના પ્રમુખની દૂકાન, નવા માર્કેટીંગ યાર્ડ પાસે જંતુનાશક દાની દુકાન, ખાતરની દુકાન અને એક પાનના ગલ્લાના શટરો તસ્કરોએ તોડ્યા હતા. જ્યારે વેપારીઓ સવારે દુકાને આવ્યા ત્યારે ઘટનાની ખબર પડતા પોલીસને જાણ કરી હતી.

ચોટીલા પોલીસના બીટ જમાદાર અને પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ધટના સ્થળે જઇને આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.બીજી તરફ ચોટીલામાં એક સાથે 6 દુકાનોનાં તાળા તૂટતા ચોટીલામાં રાત્રિરોન કડક બનાવવાની વેપારીઓની માંગ ઉઠી છે.

ચોટીલામાં તસ્કરોએ 6 દૂકાનોના તાળા તોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...