ઝાલાવાડમાં ભારે બફારા બાદ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં ગુરૂવારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મૂળી, સુરેન્દ્રનગર, અને વઢવાણ આસપાસ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે ભારે બફારા બાદ ગરમીમાં લોકોને રાહત મળી હતી.

ઝાલાવાડમાં છેલ્લાબે દિવસથી ભારે બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં ગુરૂવારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણીજમા થયા હતા. જ્યારે વઢવાણ તાલુકાના ખજેલી, વાડલા, મેમકા, નાનાકેરાળાની સીમમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં વરસાદી ઝાપટા ચાલુ રહેતા શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા હતા.

મૂળી : મૂળી તાલુકામાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદે વિરામલીધો હતો ત્યારે ગુરૂવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં તાલુકાનાં દુધઇ, સુજાનગઢ, સિધ્ધસર સહિતનાં ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

વઢવાણ અને મૂળી તાલુકામાં ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે બફારા બાદ વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી.

સુરેન્દ્રનગર, વઢવાણ અને મૂળીમાં વરસાદ પડ્યો

અન્ય સમાચારો પણ છે...